મોરવા(હ)ના નવાગામ ખાતે ઝોલાછાપ તબીબને ઝડપ્યો

મોરવા(હ)તાલુકાના નવા ગામ રાઠી ફળિયામાં ઝોલા છાપ તબીબ દવાખાનુ ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોય તે સ્થળે પોલીસે વંદેલી પીએચસીના મેડિકલ ઓફિસર સાથે રાખી તપાસ કરી લાયસન્સ વગર એલોપેથિક દવાઓ તથા અન્ય ઈન્સ્ટુમેન્ટ કિ.રૂ.58,867/-ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના નવા ગામ રાઠી ફળિયામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ઝોલા છાપ તબીબ દવાખાનુ ચલાવી રહ્યો છે તેવી માહિતીના આધારે મોરવા(હ)પોલીસે વંદેલી પીએચસીના મેડિકલ ઓફિસર સાથે રાખીને તપાસ હાથ ધરી લાયસન્સ વગર તબીબી પ્રેક્ટિસ કરતા અનુમય અમીત બિસ્વાસ(રહે.નવાગામ, મુળ રહે.ર્થો નાગલા, બિલધર ધારા, હાબડા, પ.બંગાળ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ દવાખાનામાં લાયસન્સ વગર એલોપેથિક દવાઓ તથા ઈન્સ્ટુમેન્ટ કિ.રૂ.58,867/-ના મુદ્દામાલ કબ્જે લઈને આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટિસ એકટ 1963 હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.