સંતરામપુર તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં નકલી પ્લાસ્ટીક ચોખાની બુમ ઉઠી

સંતરામપુર તાલુકાની સસ્તા અને દુકાનોમાં નકલી ચોખા હોવાનું જોવા મળી આવેલું છે પ્લાસ્ટિકના ચોખા જોવા મળી આવેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દુકાનોમાં મફત ઘઉં, ચોખા રેશનીંગ ગ્રાહકોને આપવા માટેની જાહેરાત કરવામાં આવેલી છે. જ્યારે સંતરામપુર તાલુકાની મોટાભાગની દુકાનોમાં સસ્તા અનાજની દુકાનોમાં ડુબલીકેટ ચોખા જોવા મળી આવેલા છે. મોટા પ્રમાણની સંખ્યામાં ચોખાના કટ્ટા આવતા હોય છે. છ મહિના અગાઉ પણ આજ નકલી પ્લાસ્ટિકના ચોખા મળી આવેલા હતા. સંતરામપુર એફસીઆઇ ગોડાઉન માંથી ચોખાનો મોટા પ્રમાણમાં જથ્થાઓ અને કટ્ટાઓ નીકળતા હોય છે. આ કટ્ટાઓ એફસીઆઇ ગોડાઉન માંથી 50 કિલોની ભરતીની કરીને દરેક દરેક સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવામાં આવતું હોય છે.

પંચમહાલ જીલ્લાની ગોધરામાં આવેલી પુરવઠા વિભાગ માંથી સૌથી વધારે ચોખાના કટ્ટા સંતરામપુર પહોંચાડવામાં આવતા હોય છે. આજે સંતરામપુર તાલુકાના આંતરીય વિસ્તારમાં આદિવાસી લોકોને ખ્યાલ પણ ના આવતો હોય છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે પણ અત્યારે પણ અનાજને પણ જાગૃત નાગરિકો ઓળખી પાડતા હોય છે. આ જ સસ્તાની દુકાનોમાં સંતરામપુર તાલુકાની મોટી સંખ્યામાં દુકાનોમાં પ્લાસ્ટિકના ચોખા જોવા મળી આવેલા છે. બે પ્રકારના ચોખા મિક્સ કરેલું અનુમાન જણાવી રહ્યું છે.

ખરેખર આવા ભેળવી ચોખા ખાવા માટે પણ હાનિકારક બની શકે છે. હવે માનવીને અનાજના બદલે પ્લાસ્ટિક ખાવાનો વારો આવી રહ્યો છે. હવે ધીરે ધીરે નકલી વસ્તુઓનું ભરમાર વધારે જોવા મળી રહ્યું છે. પહેલા નકલી કચેરી આવતી હતી. અનાજ પણ માર્કેટમાં જોવા મળી આવેલું છે. ખરેખર આ ગંભીરતાપૂર્વકની બાબત છે. તંત્ર દ્વારા આ તપાસ કરવામાં આવે ત્યારે ક્યાં સુધીનો તપાસનો વિષય બન્યો છે. આ ઘટના ચોખાની સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળી આવેલી છે, તે હાલમાં અત્યારે પુષ્ટિ કરાતું નથી તપાસનો વિષય બન્યો.