
દાહોદ શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રભારી મુકુલ વાસનીક અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના અગ્રણીઓ દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોની મુલાકાતે પહોંચ્યાં હતા. જ્યાં દાહોદ જીલ્લામાં વિકાસના નામે થઈ રહેલા ભ્રષ્ટાચાર તેમજ હાલ થોડા દિવસો પહેલા દાહોદના વન વિભાગના ડીસીએફના આત્મહત્યા પ્રકરણમાં સરકાર પર આકરા પ્રહારો કરી આ તમામ કૌંભાંડો તેમજ આત્મહત્યા પાછળ ભાજપ સરકારના નેતાઓનો હાથ હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.
દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ પ્રસંગ-2 ખાતે દાહોદ શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રભારી મુકુલ વાસનીક અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના અગ્રણીઓ દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોની મુલાકાતે પહોંચ્યાં હતાં. જ્યાં મીડીયા સાથેની વાતચીતમાં મુકુલ વાસનીક દ્વારા જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લાના નેતાઓ, કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યાં હતાં.
સંગઠનમાં આગળ અમારી શુ જવાબદારી હશે, શુ કાર્યક્રમ હશે, તે મામલાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 2024ની લોકસભાની ચુંટણીમાં 400 ઉપરાંતની સીટોનું સપનુ જોનાર ભાજપાની સરકારને સરકાર બનાવવા માટે બૈસાખીનો સહારો લેવો પડ્યો છે. બજેટમાં પણ સરકારે લોકોની ભલાઈ માટેનું બજેટ નથી. આ બજેટ માત્રને માત્ર વડા પ્રધાન મોદીએ પોતાની બૈસાખીઓને મજબુત કરવા માટેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે જેનો અમો વિરોધ કરીએ છીએ.
સામાન્ય વ્યક્તિઓનું કોઈ ફાયદો નથી. ખેડુતો વિરોધી ભાજપા સરકાર છે. ખેડુતોનું શોષણ થઈ રહ્યું છે. ગરીબ, દલિત, પીડીત, આદિવાસીને આ બજેટથી કોઈ આશા જોવા મળી નથી. અગ્નિવીરની યોજના ભારતાન જવાનો માટે કોઈ સારી યોજના નથી. આમ, મુકુલ વાસનીક દ્વારા ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.
જ્યારે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા જણાવ્યાં અનુસાર, સમગ્ર ગુજરાતમાં જે રીતે ચારેય તરફ ઉઘાડી લુંટલાવવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી સાથેના જોડાયેલા લોકો આજે જમીનના પ્રકરણોમાં પકડાઈ રહ્યાં છે. ડ્ગ્સના પેડલર તરીકે પકડાઈ રહ્યાં છે. અનાજની ચોરીમાં પકડાઈ રહ્યાં છે. દારૂમાં પકડાઈ રહ્યાં છે. દિકરીઓના બળાત્કારમાં પકડાઈ રહ્યાં છે. દાહોદમાં પહેલા નકલી કચેરીઓ પકાઈ છે. હવે અધિકારીઓના સહી, સિક્કા કરી નકલી જમીનના એનએના ઓર્ડરો થાય છે. લગભગ 3 હજાર કરતાં વધારે જમીન કૌંભાંડ આચરવામાં આવે છે. દાહોદથી ગોધરા સુધી આવેલ ફોરેસ્ટની રીઝર્વ લેન્ડ આવેલ છે તેના પર ધંધાદારી લોકોએ કબજો કરેલ છે. કૌંભાંડો ભાજપના નેતાઓની સામેલગીરીથી કરવામાં આવે છે. ભાજના નેતાઓના દબાણથી કરવામાં આવે છે.
જે અધિકારીઓ છે જે આ કારણોસર અધિકારીઓ આત્મહત્યા કરી રહ્યાં છે. આ આત્મહત્યાની તપાસ થવી જોઈએ તેની પાછળ 100 ટકા ભાજપના નેતાઓના કૌંભાંડોને દબાવવામાં સાજીસ બહાર આવશે, તેની તટષ્ઠ થવી જોઈએ. તેની સાથે સાથે દાહોદમાં નકલી કચેરી અને નકલી જમીન એનએ પ્રકરણમાં એમાં પણ હજુ પણ ભાજપના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવતી નથી. ક્યાં નેતઓના ઈશારે આ કૌંભાંડ ચાલતુ હતું, કોના લાભ માટે કરવામાં આવ્યું, આનાથી કોને ફાયદો થયો, તેની તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થશે.
આ તમામ ફોરેસ્ટની લેન્ડ હોય કે એનએના ખોટા હુકમો હોય કે નકલી કચેરી હોય કે પછી કરોડો રૂપીયાનો મનરેગામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, તે તમામમાં ભાજપના નેતાઓની સામેલગીરી, તેમના આર્શિવાદ તેમજ તેમના મળતીયાઓ આખુ કૌંભાંડ ચલાવી રહ્યાં છે. જેના કારણે આત્મહત્યાઓ થઈ રહી છે. આવનાર સમયમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેમાં નકલી કચરીનો મુદ્દો હોય, જંગલની જમીનના ખોટા દુરઉપયોગ હોય, જમીનના કૌંભાંડો હોય તે તમામ મુદ્દાઓને વિધાનસભામાં ઉઠાવવામાં આવશે. આદિવાસીની 73એએની જમીનોને તેમની પાસેથી ઝીનવવાનું ભુમાફિયાઓ ષડયંત્ર થઈ રહ્યું છે અને તેમાંય અહીંના ભાજપના નેતાઓની સામેલગીરી છે તે તમામનો પર્દાફાર્શનો આવનાર વિધાનસભામાં કરવામાં આવશે. તેમ, અમિત ચાવડા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.