લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા વૃક્ષારોપણ

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી, વન વિભાગ તેમજ કૈલાશપતિ કેળવણી મંડળ કઠલા સંચાલિત સરદાર પટેલ માધ્યમિક શાળા બોરડી સરકારીના સંયુક્ત ઉપક્રમે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ વન વિભાગના આરએફઓ અજયભાઈ બારીયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. જેમાં લાયન્સ ક્લબના મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા દ્વારા ગ્લોબલ વોર્મિંગ વિશે સમજાવતા વૃક્ષનું મહત્વ સમજાવ્યું. બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલના સંસ્થાપક તેમજ કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા દ્વારા બાળકોને પ્રકૃતિ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આપી વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું .

આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા વૃક્ષનું જતન થાય સેવા શુભ આશય સાથે 10 ટ્રીગાર્ડ શાળાને આપવામાં આવ્યા. તેમજ શાળાના શિક્ષક મિત્રો અને તમામ બાળકોને 250 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ લાયન સેફીભાઈ પિટોલવાલા ,એબિલિટી ના પ્રમુખ લાયન સુરેશ ભૂરા, શાળાના આચાર્ય દશરથભાઈ બામણ તેમજ સ્ટાફના શિક્ષક મિત્રો તેમજ ગ્રામજના અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.