શહેરા નગરના વચ્છેસર તળાવના નીચેના ભાગેના રસ્તા ઉપર કાદવ-કીચડ હોવાથી ત્યાંના રહીશોને અવર જવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી

  • જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર વધતો જતો હોય ત્યારે નગર પાલિકા તંત્ર દ્વારા નગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય દૂર કરીને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી આશા નગરજનો રાખી રહ્યા .

શહેરા નગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વચ્છેસર તળાવના નીચેના ભાગે ના રસ્તા ઉપર કાદવ-કીચડ હોવાથી ત્યાંના રહીશોને અવર જવર કરવામાં ભારે હાલાકી વેઠી રહ્યા છે. જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહયો હોય ત્યારે પાલિકા દ્વારા અહીં જોવા મળતી ગંદકી દૂર કરીને દવાનો છંટકાવ કરે એવી આશા અહીંના નગરજનો રાખી રહ્યા હતા.

શહેરા નગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વચ્છેસર તળાવના નીચેના ભાગેના રસ્તા ઉપર કાદવ કીચડ હોવાથી ત્યાંના રહીશોને અવર જવર કરવામાં ભારે હાલાકી વેઠી રહ્યા છે. રસ્તા પર કાદવ કીચડના કારણે વાહનો સ્લીપ ખાઈ જવા સાથે અમુક સમયે કપડા પણ ગંદા થતા હોય જેના કારણે જાગૃત નાગરિક દ્વારા આ બાબતની જાણ પાલિકા તંત્રને પણ કરવામાં આવી હતી. જોકે, હાલ જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન પ્રતિ દિન વધતો જતો હોય ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને ગંદકીનું સામ્રાજ્ય દૂર કરીને દવાનો છંટકાવ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી હોય ત્યારે જોવુંજ બની રહ્યું કે પાલિકા તંત્ર આ બાબતે પોતાની ફરજ અહી નિભાવશે કે પછી રોગચાળો ફાટે ત્યાર પછી આ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે એવી અનેક ચર્ચાઓ અહીંના સ્થાનિક નગરજનોમાં જોરશોરથી થઈ રહી હતી.

ચોમાસાની ઋતુ શરૂ હોય ત્યારે પાણીજન્ય રોગો તેમજ રસ્તા પરના ખાડામાં ગંદા પાણી ભરાઈ જવાના કારણે મચ્છરો નો ઉપદ્રવ વધી રહ્યો હોવા સાથે વચ્છેસર તળાવના આજુબાજુમાં રહેતા નગરજનો અનેક સમસ્યાથી હેરાન પરેશાન હોય ત્યારે પાલિકાના સત્તાધીશો વોર્ડ મુજબ મુલાકાત લઈને જે કોઈ સમસ્યા હોય તે તાત્કાલિક હલ કરવા માટે વિચારવામાં આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ પરંતુ પાલિકાના ચીફ ઓફિસર હોય કે પાલિકાના સત્તાધીશો આ બાબતે વિચારતા ન હોય ત્યારે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેવામાં આવીને નગરજનોના મહત્વનો પ્રશ્ર્નો હલ કરવામાં આવે તેઓ દ્વારા એવી આશા નગરજનો આશા રાખી રહયા હતા. જોકે ચોમાસાની ઋતુમાં નગરના મહત્વના રસ્તા હોય કે પછી સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય ત્યારે નગર પાલિકા પોતાની નૈતિક ફરજ સમજીને દવાનો છંટકાવ ક્યારે કરશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તેમ છે.