
- જર્જરીત આંગણવાડીના નવા મકાન બનાવામાંં આવે તેવી માંગ.
ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં છેલ્લા ધણાં સમયથી ત્રણ આંગણવાડી જર્જરીત હાલતમાં છે અને જર્જરીત આંગણવાડી માટે ગ્રામજનો દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી છે. આંગણવાડી માટે તંત્ર દ્વારા ઘ્યાન નહિ આપવામાં આવતાં ભાડાના મકાનમાં આંગણવાડી કાર્યક્રમ છે. ભાડાના મકાનમાં જયાંં આંગણવાડી ચાલી રહી છે. ત્યાં ગંદકીને લઈ બાળકોને બિમારીનો ભય સતાવી રહ્યો છે.
ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં ત્રણ આંગણવાડી કાર્યરત છે. પઢીયાર મુખ્ય, પઢીયાર કરણના મુવાડા, અંદરના મુવાડા ત્રણેય આંગણવાડીઓ છેલ્લા 10 વર્ષથી જર્જરીત હાલતમાં છે. આંંગણવાડી ખંડેર અને જર્જરીત થતાં ગ્રામજનો દ્વારા અનેકવાર લાગતા વળગતા સત્તાધિશોનું ઘ્યાન દોરવામાં આવ્યું છતાં જર્જરીત આંગણવાડીના બિલ્ડીંંગ માટે કોઈ કાર્યવાહી કરવામા આવી નથી. જેને કારણે હાલમાં જર્જરીત આંગણવાડીને બદલી કરીને ભાડાના મકાનમાં આંગણવાડી ચલાવવામાં આવી રહીછે. ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીમાં ભારે અગવડતા પડી રહી છે.
અમુક ધર લીંપણવાડા હોય છે હાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર છે. ત્યારે આંગણવાડીમાં આવતાં બાળકોના આરોગ્યની પણ ચિંતા સતાવી રહી છે. ભાડાના મકાનોમાં ચાલતી આંગણવાડીની આસપાસ ગંદકીને લઈ બાળકો બિમાર થવાની શકયતા રહે છે. ત્યારે પઢીયાર ગામની જર્જરીત આંગણવાડીઓના નવા બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આંગણવાડીના નવા બિલ્ડીંગ નહિ બનાવાય તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.