દાહોદ,
દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિમણુંક પામેલા 251 જેટલા સેક્ટર અધિકારીઓને તેઓના મત વિસ્તાર પુરતા તા. 29 નવેમ્બર થી તા. 5 ડિસેમ્બર સુધીના સમયગાળા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 હેઠળની કલમ 44, 103, 104, 129 અને 144 હેઠળ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર આપવા હુકમ કર્યો છે.