અમદાવાદ હાઈકોર્ટ વિસ્તાર પોલીસ મથકે અપહરણના આરોપીને દાહોદ એસ.ઓ.જી.એ ઝડપ્યો

દાહોદ,

આગામી વિધાનસભા ચુંટણી અન્વયે છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ શહેર સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને દાહોદ એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.

આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં તમામ સ્થળોએ સઘન કામગીરી રહી છે. ત્યારે દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ છેલ્લા પાંચ વર્ષથી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી અતુલભાઈ સોમાભાઈ માલ (રહે. ચાંદલી, નિંદકા ફળિયું, તા.ફતેપુરા, જિ.દાહોદ) નાને તેના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આમ દાહોદ એસ.ઓ.જી ટીમને અમદાવાદ શહેર સોલા હાઇકોર્ટ પો.સ્ટે. વિસ્તારના અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.