દેશમાં સ્ટાર્ટઅપની બાબતમાં ઉત્તર પ્રદેશે ગુજરાતને પાછળ છોડી દીધું

દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને ૧,૪૦,૮૦૩ થઈ ગઈ છે. તેમાંથી ૨૫,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ મહારાષ્ટ્રમાં છે. કર્ણાટક ૧૫,૦૧૯ નંબર સાથે બીજા સ્થાને, દિલ્હી ત્રીજા સ્થાને (૧૪,૭૩૪), ઉત્તર પ્રદેશ ચોથા સ્થાને (૧૩,૨૯૯) અને ગુજરાત (૧૧,૪૩૬) પાંચમા સ્થાને છે.

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ અનુસાર, સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ સ્કીમ હેઠળ ૩૦ જૂન સુધી ઈક્ધ્યુબેટર્સ દ્વારા સ્ટાર્ટઅપ્સને રૂ. ૯૦.૫૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ૨૦૨૩માં આ આઇટમ ૧૮૬.૧૯ કરોડ રૂપિયા હતી. ગયા વર્ષે ૧,૦૨૫ની સરખામણીએ આ વર્ષે ઇક્ધ્યુબેટર્સે ૫૯૨ સ્ટાર્ટઅપ પસંદ કર્યા છે. તે જ સમયે, ફંડ ઓફ ફંડ્સ હેઠળ સમથત વૈકલ્પિક રોકાણ ફંડે ૩૦ જૂન સુધી સ્ટાર્ટઅપ્સમાં રૂ. ૮૦૫.૮૬ કરોડનું રોકાણ કર્યું હતું. ગયા વર્ષે તે રૂ. ૩,૩૬૬.૪૮ કરોડ હતો. ૩૦ જૂન સુધીમાં એઆઇએફ સમર્થિત સ્ટાર્ટઅપ્સની કુલ સંખ્યા ૯૬ હતી. ૨૦૨૩માં આ સંખ્યા ૧૪૮ હતી.

ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ પર ૫.૭ લાખથી વધુ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ છે. વાસ્તવમાં,ઓએનડીસીનો ઉદ્દેશ્ય ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક નેટવર્ક્સ પર માલ અને સેવાઓના વ્યવહારોના તમામ પાસાઓ માટે ખુલ્લા નેટવર્કને પ્રોત્સાહન આપવાનો છે. જાન્યુઆરી, ૨૦૨૩ માં ૧,૦૦૦ થી ઓછા વ્યવહારો હતા, તે જૂન, ૨૦૨૪ માં વધીને ૯૯ લાખથી વધુ વ્યવહારો થયા છે.

સ્ટાર્ટઅપ માટે લોન ગેરંટી સ્કીમ હેઠળ સભ્ય સંસ્થાઓએ આ વર્ષે ૩૦ જૂન સુધી રૂ. ૧૫૪.૬૦ કરોડની લોન ગેરંટી આપી હતી. ૨૦૨૩માં આ ગેરંટી ૨૭૧.૪૯ કરોડ રૂપિયા હતી. સ્ટાર્ટઅપ લોન લેનારાઓને કુલ ગેરંટીડ લોનની સંખ્યા ૩૦ જૂન સુધીમાં ૭૫ હતી, જે ગયા વર્ષે ૧૦૭ હતી.