ગોધરાના સિંગલ ફળીયા તલાવડી વિસ્તારમાં ખુલ્લા જગ્યામાં રમતા 19 જૂગારીઓ પોલીસના હાથે ઝડપાયા

ગોધરા શહેર અને જિલ્લામાં કેટલાક જુગરિયા તત્વો જુગારની રંગતમાં જોડાઈ ગયા છે, પરંતુ પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. ગોધરા શહેરના મેડ સર્કલ પાસે અને સિગ્નલ ફળિયા તલાવડી વિસ્તારના ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા 13 જેટલા નબીરાઓને 24,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવ સંદર્ભે ગોધરા એલ.સી.બી. પોલીસે ગોધરા શહેરના મેડ ર્સકલ પાસે ખુલ્લામાં વરલી મટકા આંક ફરકના આંકડાનો જુગાર રમતા કુલ-3 જુગારીયાઓને રૂ.12,350 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પંચમહાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન એલસીબી પીઆઇ એન.એલ.દેસાઈ આપી હતી જે સૂચનાના આધારે ગોધરા એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ રાખી હતી.

જે સુચના આધારે રમેશભાઈ નરવતસિંહ એ.એસ.આઈ. એલ.સી.બી. ગોધરાને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે એહમદ ઇબ્રાહીમ ભમેડી રહે.ભટુક પ્લોટ અબુબકકર મસ્જીદની બાજુમાં ગોધરાના મેડ સર્કલ પાસે અનસ અનવર ચુરમલીની ચ્હાની લારીની બાજુમાં ખુલ્લામાં ઉભો રહી આંક ફરકના આંકડા લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. તે બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે ગોધરા મેડ સર્કલ પાસે જુગારની રેઇડ કરતા જુગાર રમી રહેલા (1) એહમદ ઇબ્રાહીમ ભમેડી રહે. ભટુક પ્લોટ અબુબકકર મસ્જીદની બાજુમાં ગોધરા(2) ઇલ્યાાસ ઇશાક દુર્વેશ રહે. રહેમાનીયા મસ્જીદ પાસે વચલા ઓઢા ગોધરા (3) દીલીપભાઈ જયંતિભાઈ ઢોલી રહે. દરૂણીયા ઢોલી ફળીયુ તા. ગોધરાના ને અંગ ઝડતીમાંથી રોકડા રૂ.12,350 મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.