બેંક ફ્રોડનો ગુજરાતને મોટો માર: એક જ વર્ષમાં ઠગાઈના કેસોમાં ૪૬૯ ટકાનો વધારો

દુનિયામાં જે રીતે ઓનલાઇન પૈસાની લેન-દેન વધી છે તેની સાથે ઓનલાઇન છેતરપિંડી પણ ખૂબ વધી ગઈ છે, લગભગ તમામ લોકો ઓનલાઇન ફ્રોડના ભોગ બન્યા હોય છે. ગુજરાતમાં પણ બેંકીગને લગતા ફ્રોડ વધી ગયા છે.

ગુજરાતમાં આ વર્ષે ફ્રોડના ૧૩૪૯ કેસની ફરિયાદ નોધવામાં આવી હતી જેમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઈન્ટરનેટ બેક્ધિંગ વગેરેમાં ફ્રોડ થયાની ફરિયાદો નોંધાઈ હતી. યુનિયન ફાઈનાન્સ મીનીસ્ટ્રીના ડેટા પ્રમાણે વર્ષ ૨૦૨૨ – ૨૩ મા બેંકીગ ફ્રોડના ૨૪૭ કેસ નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૩ – ૨૪ મા ૧૩૪૯ કેસો નોંધાયા છે જે લગભગ ૪૬૯ ટકાનો વધારો દર્શાવે છે

આ ડેટામાં સૌથી વધુ રાજ્યોમાં બેંકીગ ફ્રોડ થયા હોય તો તે છે તામિલનાડુ કે જયાં ૬૮૭૧ ફ્રોડના કેસ નોંધાયા છે, મહારાષ્ટ્રમા ૬૫૧૪, દિલ્હી અને એનસીઆરમાં ૨૪૮૭, ઉત્તર પ્રદેશ ૧૪૬૨ અને પશ્ર્ચિમ બંગાળ ૧૩૫૩ ફ્રોડના કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૪ માં, ગુજરાતના લોકોએ ડિજિટલ બેક્ધિંગ ફ્રોડથી રૂ. ૪૯.૯૨ કરોડ ગુમાવ્યા હતા, જે વર્ષ ૨૦૨૩માં રૂ. ૯.૮૭ કરોડનાની સરખામણીએ ૪૦૦ ટકાથી પણ વધારે છે. ગુજરાતની બેંકર કમિટીના જણાવ્યા મુજબ મોટાભાગના કિસ્સાઓમાં, એટીએમ અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પિન અને સીવીવી શેર કરવાથી બેંકીગ ફ્રોડ ખૂબ જ સરળતાથી થઈ શકે છે.

યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિત લોકો આ પ્રકારના ફ્રોડના શિકાર બને છે અને ફોન પર પણ લોકો ઓટીપી શેર કરે છે જેથી ફ્રોડના ભોગ બને છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અન્ય કિસ્સાઓમાં, લોકો વ્હોટ્સ એપ અને મેસેજ પર પ્રાપ્ત થયેલી લિંક્સ પર ક્લિક કરે છે, જેના કારણે તેમની બેંકિંગ માહિતી બીજા સુધી પહોંચી જાય છે અને તેમની જાણ વગર લોકો ફ્રોડના ભોગ બને છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલમાં, જણાવ્યું છે કે ડિજિટલ પેમેન્ટના ફ્રોડ ખૂબ થાય છે સાથે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ ઘણા બેંકીગ ફ્રોડ થાય છે. ગુજરાતમાં બેંકીગ ફ્રોડ કેસોની સંખ્યામાં પાંચ વર્ષમાં ૨૫ ગણો વધારો થયો છે, વર્ષ ૨૦૨૦ માં ૫૧ કેસ નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૪ માં ૧૩૪૯ કેસો નોંધાયા છે . લોકો દ્વારા ફ્રોડમા ગુમાવેલી રકમ ૧૬૩૯ ટકા વધી છે, જે વર્ષ ૨૦૨૦ માં રૂ. ૨.૮૭ કરોડની હતી જે આ વર્ષે ૪૯.૯૨ કરોડની થઈ છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ૧૯૧૪ કેસમાં કુલ રૂ. ૭૪.૦૭ કરોડની રકમ લોકોએ બેક્ધિંગના ફ્રોડમાં ગુમાવી છે. એક વરિષ્ઠ બેંકિંગ અધિકારીએ જણાવ્યું હતું કે, કેસો વધવા પાછળનું કારણ માત્ર ફ્રોડમાં વધારો જ નથી પરંતુ તેની રિપોર્ટ પણ હવે તમામ લોકો નોંધાવે છે તેથી પણ બેંકીગ ફ્રોડના કેસોની સંખ્યા વધી છે .

આરબીઆઈ અને ગુજરાત સાયબરસેલ દ્વારા જાગરૂક્તા ઝુંબેશ બેંકિંગ છેતરપિંડી અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી છે. તમામ બેંકોએ ડિજિટલ બેંકિંગ ફ્રોડની સમયસર જાણ કરવા માટે એક ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે . જેથી લોકો બેંકીગ ફ્રોડનો શિકાર ન બને અને જો બની જાય તો પણ તેની સમયસર જાણ કરી શકે અને વધારે નુકશાનથી બચી શકે.