મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને ૯.૭૬ લાખની છેતરપિંડી

મુંબઈથી એક વ્યક્તિએ ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને પોતે એનસીબીના અધિકારી તરીકેની ઓળખ આપીને રૂ. ૯,૭૬,૪૦૦ ની છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.આ બનાવની વિગત મુજબ મુંબઈથી એક વ્યક્તિએ ફેડેક્સ કુરિયર કંપની મારફતે પાર્સલ મોકલ્યું હતું. દરમિયાન પોતે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના અધિકારી હોવાની

ખોટી ઓળખ આપીને આરોપીઓએ આ પાર્સલમાં નાર્કોટિકેસ ર્ડ્ગલ હોવાનું પાર્સલ મોકલનારી વ્યક્તિને જણાવ્યું હતું. જેને કારણે પાર્સલ મોકલનાર ગભરાઈ ગયો હતો.બીજીતરફ આરોપી ગેંગે આ વ્યક્તિ પાસે એસકેવાયપીઇ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આ વ્યક્તિના બેક્ધ એકાઉન્ટમાંથી રૂ.૧૦,૦૦,૦૦૦ ની પ્રિએપ્રિવ્ડ લોન મંજુર કરાવી લીધી હતી. બાદમાં આ ગેંગે લોનના રૂ. ૯,૭૬,૪૦૦ છળકપટથી મેળવી લઈને ઠગાઈ કરી હતી.

આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આ ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ ગેંગ દ્વારા આ પ્રકારે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની શક્યતાને પગલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ કેસમાં પોલીસે રાજસ્થાનના ઈન્દ્રજીત એન.પવાર, રાહુલ બી.હેગલોત અને કૈલાશ આર.કુકણાની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી રાજસ્થાનના બીકાનેરના રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. તે સિવાય આરોપીઓ ફરીદાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલા એક ગુનામાં હરીયાણા ફરીદાબાદ ખાતેની નિમકા જેલ કોર્ટ કસ્ટડીમાં હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે પોલીસે નિમકા જેલ પહોંટીને જરૂરી કાનૂની કાર્યવાહી કરીને ત્રણેય આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન લાવ્યા હતા. આરોપીઓને કોર્ટમાં હાજર કરાતા તેમને ૨૬ જુલાઈ ૨૦૨૪ સુધીની પોલીસ કસ્ટડી મળી છે.

તપાસમાં આરોપી ઈન્દ્રજીત પવાર રાજસ્થાનના બીકાનેરમાં અલગ અલગ લોકોને કમિશનની લાલચ આપીને રૂ.૫,૦૦૦ થી રૂ.૮,૦૦૦માં એકાઉન્ટ ખરીદી આ એકાઉન્ટ હોલ્ડરની સહીઓ , ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, સીમ કાર્ડ વેગેર મેળવી લેતો હતો. બાદમાં એકાઉન્ટની વિગતો રાહુલ ગેહલોતને નામે મોકલી આપતો હતો.

જે બીઆઇએનએએનસીઇ એપ્લિકેશનના માયમથી જેએસીકે અને બીઇઆરટી નામની ચાઈનીઝ વ્યક્તિઓને એકાઉન્ટની વિગતો મોકલી આપતો હતો. બાદમાં આ બન્નેને ચાઈનીઝ વ્યક્તિઓ લોકોને ફેડેક્સ કુરૂયરમાં ડ્રગ્સ હોવાનું જણાવીને એનડીપીએસનો કેસ કરવાનો ડર બતાવતા હતા. ઉપરાંત શેર માર્કેટમાં મોટો લાભ કમાવી આપવાની લાલચ આપીને છેતરપિંડીથી નાણાં મેળવી લઈને આ નાંણા આરોપી ઈન્દ્રજીત પવાર દ્વારા મેળવવામાં આવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને આ એકાઉન્ટમાંતી એકાઉન્ટ હોલ્ડરનો સહી કરેલો ચેક બેક્ધમાં લઈ જઈને આરોપી કૈલાશ કુકણા બેક્ધમાંથી નાણાં ઉપાડી લેતો હતો.

ત્રણેય આરોપીઓ પાસેથી હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઈમ પોલીસે જીઓ કંપનીના ૯૫ સીમકાર્ડ તથા અલગ અલગ બેક્ધની ૬૫ ચેકબુક, ૬૧ એટીએમ કાર્ડ વગેરે મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત રૂ.૯,૫૦,૦૦૦ કબજે કરવામાં આવ્યા હતા.

આરોપીઓ વિરૂધ ફરીદાબાદ સાયબર ક્રાઈમ, અમદાવાદ સાયબર ક્રાઈમ ઉપરાંત દિલ્હી સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.