ટ્રમ્પે ઈરાનને વિશ્વના નકશામાંથી સમાપ્ત કરી દેવાની ધમકી આપી

જગત જમાદાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પર થયેલા જીવલેણ હુમલાને લઈ ઈરાનનું કાવતરું ગણાવ્યું હતું.ટ્રમ્પે આ માટે બહાર આવેલા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. એક સોશિયલ મીડિયામાં ટ્રમ્પે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો ઈરાન તેની હત્યા કરાવશે તો અમેરિકા ઈરાનને સમાપ્ત કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યા કરશે તો હું આશા રાખું છું કે અમેરિકા ઈરાનને વિશ્ર્વના નકશામાંથી હટાવી દેશે. જો આવું નહીં થયું તો અણેરિકી નેતાઓને કાયર ગણવામાં આવશે.

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયામાં જંગી ચૂંટણી રેલીમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે હુમલાખોરે તેમની પર ગોળીબાર કર્યો હતો. જો કે સદનસીબે ટ્રમ્પનો આબાદ બચાવ થયો હતો. જો કે, આ હુમલાના પ્રયાસમાં હુમલાખોર સ્નાઈપરો દ્વારા ઠાર મરાયો હતો. આ હુમલામાં એકનું મોત થયું હતું જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. જો કે આ હુમલામાં ઈરાનનું કાવતરું હોવાનું કોઈ સમર્થન નથી મળ્યું. ઈરાને પણ પોતાની પર લાગેલા આરોપોને રદિયો આપ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જે તે સમયે રાષ્ટ્રપતિ હતા ત્યારે વર્ષ-૨૦૧૮માં ઈરાનની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબાબાના ન્યૂક્લિયર ડીલથી અમેરિકાને બહાર કરી લીધું હતું અને કડક પ્રતિબંધ લાદી દીધા હતા. જેમાં ઈરાનની નબળી અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ હતી.

વર્ષ-૨૦૨૦માં અમેરિકી ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીની હત્યા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે અંતર વધી ગયું છે. ઈરાન સરકારે સુલેમાનીના મોતનો બદલો લેવા માટે ટ્રમ્પ અને તેના વહીવટી તંત્રના સભ્યો વિરુદ્ધ ઘણીવાર ધમકીઓ જાહેર કરી છે. જાન્યુઆરી-૨૦૨૨માં ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ટ્રમ્પ પર ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આવું નહિ થાય તો તેઓ બદલો લેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટથ સોશિયલ મીડિયા પર ઈઝરાયલના પીએમને ક્લિપ શેર કરતા આ વાત લખી છે. ઈઝરાયલના વડાપ્રધાને અમેરિકી સંસદને આપેલા પોતાના સંબંધોનમાં ઈરાનને મય પૂર્વના તણાવનું મૂળ ગણાવ્યું હતું. ઈઝરાયલના પીએમે જણાવ્યું હતું કે, ઈરાન અમેરિકા પર કબ્જો કરવા માગે છે અને આ માટે તેને પહેલા મય પૂર્વમાં જીત મેળવવી પડશે, જે માટે ઈરાનન પ્રયાસ કરી રહ્યું છે.