ભારતના ખેડૂતો માટે આજનો દિવસ ‘કાળો દિવસ’ છે,રણદીપ સુરજેવાલા

ભારતના ખેડૂતો માટે આજનો દિવસ ‘કાળો દિવસ’ છે. મોદી સરકારનો ભયંકર ષડયંત્રકારી ચહેરો છતી થયો કારણ કે ભારતના કૃષિ પ્રધાને ઇનકાર કર્યો હતો કે તેઓ ભારતમાં ૭૨ કરોડ ખેડૂતો અને ખેત મજૂરોને એમએસપીની બાંયધરી આપતો કાયદો ક્યારેય ઘડશે નહીં, એમ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું.

આજે, મોદી સરકારના કાવતરાનો પર્દાફાશ થયો, કારણ કે કૃષિ પ્રધાને ભારતના ખેડૂતો માટે એમએસપી તરીકે સી૨ ૫૦% નફો નકાર્યો હતો. ઝ્ર૨ એ ઈનપુટ ખર્ચ, કૌટુંબિક મજૂરી અને ખેડૂતની જમીનનું ભાડું છે. મોદીજીએ ૫૦% નફાનું વચન આપ્યું હતું, પરંતુ સરકારે ના પાડી.

કૃષિ પ્રધાન કબૂલે છે કે તેઓ જુલાઇ ૨૦૨૨માં આંદોલનકારી ખેડૂતોના કહેવા પર રચાયેલી સમિતિની ૩૫-૪૦ બેઠકો યોજીને રાજકારણ કરી રહ્યા છે. મંત્રીએ કબૂલ્યું કે બે વર્ષમાં સમિતિએ કંઈ કર્યું નથી, શૂન્ય. તેથી તે સ્પષ્ટ છે કે મોદી સરકારે એવું કહીને ભારતના ખેડૂતોની પીઠમાં છરો માર્યો છે. એક તો તેઓ એમએસપીને કાયદા તરીકે ઘડશે નહીં. બીજું. તેઓ સ્વામીનાથન કમિશનના અહેવાલ અનુસાર એમએસપી તરીકે સી૨ ૫૦% આપશે નહીં. આમ મોદી સરકાર ખેડૂત વિરોધી છે.