દાહોદ જીલ્લાના 6 વિધાનસભા બેઠકો ઉપર ત્રિપાંખીયો અને ચોપાંખીયો ચુંટણી જંગ ખેલાશે

દાહોદ, ગરબાડા અને દે.બારીયામાં મતદારોનો અલગ મીજાજ.

દાહોદ

ગુજરાત વિધાનસભાની ચુંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. મધ્ય પ્રદેશના આદિવાસી બાહુલ્ય જિલ્લાના બીજા તબક્કાના 05મી ડિસેમ્બરના રોજ યોજાનાર લોકશાહીના પર્વનો મતદાન યોજાવાનું છે ત્યારે દાહોદ જિલ્લા સમાવિષ્ટ કુલ 06 વિધાનસભાની બેઠકો પર ભારે રસાકસી જોવા મળી રહી છે. રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારો તેમજ તેની સામે અપક્ષ, બીટીપી તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ આ વખતે દાહોદ જિલ્લા સમાવિષ્ટ 06 વિધાનસભા બેઠકો પર મેદાનમાં રહ્યાં છે જ્યારે બીજી તરફ રાજકીય પક્ષો જેવા કે, ભાજપ અને કોંગ્રેસ કે જેઓ એમના ઉમેદવારો તેમની બેઠકો પર વિજયી થાય તેને લઈ હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં સૌ પ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં જન મેદનીને સંબોધી હતી ત્યારે બીજી તરફ અમીત શાહ પણ જિલ્લાની 06 બેઠકો પર સભાઓ ગજવવા આવી રહ્યાં છે. આપણે વાત કરીએ તો 132 દાહોદ બેઠકની જે બેઠક છેલ્લા સમયથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી જે 132 દાહોદ બેઠકમાં દાહોદ તાલુકો અને દાહોદ નગર પાલિકા વિસ્તાર તેમાં જિલ્લા પંચાયતની 06 બેઠકો અને દાહોદ તાલુકા પંચાયતની 32 બેઠકો અને જ્યારે દાહોદ નગરપાલિકાની 36 બેઠકો છે. 132 દાહોદ બેઠક કાયમી ઉમેદવારી પસંદગીમાં ભાજપ થાપ ખાઈ છે અને આ બેઠક ગુમાવવાનો વારો આવે છે. દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આશરે 45 ટકા મુસ્લિમ વસ્તી છે અને કુલ મુસ્લિમ વસ્તીમાં પણ 58 ટકા વ્હોરા સમાજ, 51 ટકા ઘાંચી સમાજ અને 21 ટકા અન્ય મુસ્લિમ સમાજ આવે છે. 132 વિધાનસભા બેઠકમાં 138459 પુરૂષ મતદારો છે અને 139976 સ્ત્રી મતદારો છે એમ મળી કુલ 278437 મતદારો નોંધાયેલા છે. દાહોદ શહેરમાં છેલ્લા ત્રણ – ચાર વર્ષથી સ્માર્ટ સીટીના કામો ચાલી રહ્યાં છે જેના કારણે દાહોદ નગરપાલિકા વિસ્તારની પ્રજાજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે જેને લઈ વારંવાર વિવાદો પણ થયાં છે. દાહોદ જિલ્લામાં સૌથી મોટુ અને મજબુત ભાજપનું સંગઠન હોવા છતાંય કાયમ 132 દાહોદ વિધાનસભા બેઠક ગુમાવવાનો વારો આવે છે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી જે પસંદગી કરવામાં આવી છે જે ભાજપના ઉમેદવારને હરાવી પોતાની કોંગ્રેસને જાળવી રાખે છે પરંતુ આ વખતે કોંગ્રેસની ના સમજી શકાય તેવા નિર્ણય લઈ બિન વિવાસ્પદ રહેલ કોંગ્રેસના ધારાસભ્ય વજેસિંહ પણદાની ટીકીટ કાપી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામાને ફાળવવામાં આવેલ છે જે નિર્ણય કદાચ કોંગ્રેસ માટે આત્મઘાતી થઈ શકે જ્યારે ભાજપને ફાયદો કરાવી શકે પરંતુ સામે અપક્ષ ઉમેદવાર જે કોંગ્રેસમાંથી ટીકીટ ન મળી અને ઉમેદવારી નોંધાવી છે તેવા કિશન પલાસ અને તેના સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશભાઈ મુનીયા પણ ભાજપને અને કોંગ્રેસને બંન્નેને નુકસાન પહોંચાડી શકે તેમ છે. 132 દાહોદ વિધાનસભા બેઠક પર હાલના 60.04 ટકા આદિવાસી, 06.08 ટકા ઓબીસી, 12.05 મુસ્લિમ, વ્હોરા, 02.03 ટકા એસ.સી. અને 01.00 અન્ય મતદારો આવેલ છે.

133 ગરબાડા દાહોદ જિલ્લાની વિધાનસભાની 06 બેઠકોમાં 133 ગરબાડા બેઠકમાં ગરબાડા તાલુકો અને ધાનપુર તાલુકાનો થોડા વિસ્તાર આવેલ છે જેમાં જિલ્લા પંચાયતની 10 બેઠકો, તાલુકા પંચાયતની 48 બેઠકો આ વિસ્તારમાં 92.01 ટકા અનુસુચતિ જનજાતિ, 02.03 ટકા ઓબીસી, એક ટકાથી પણ ઓછી એસ.સી. અને 04.09 ટકા મળી આ વિધાનસભા બેઠકના વિસ્તારમાં ભીલ, પટેલીયાઓની સંખ્યા નિર્ણાયક છે. છેલ્લા બે વખતથી 133 ગરબાડા બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકાબેન બારીયા ચુંટાઈ આવે છે. ભાજપે આ વખતે પણ ગત વિધાનસભાની ચુંટણીમાં હારેલ ઉમેદવાર મહેન્દ્ર ભાભોરને ટીકીટ આપેલ છે. 133 ગરબાડા વિધાનસભા બેઠકમાં મતદારોની સંખ્યા જોઈએ તો 143421 પુરૂષ, 146872 સ્ત્રી મળી કુલ 290293 મતદારો છે જેમાં ભીલ, પટેલીયા મતદારોની સંખ્યા વધુ હોવાથી નિર્ણાયક છે. 133 ગરબાડા વિધાનસભા બેઠકમાં સિંચાઈના કડાણાનું પાણી મળવાથી ખેડુતોને લાભ થયો છે જ્યારે બીજી તરફ ભુગર્ભ યોજનાની નબળી કામગીરીના કારણે મતદારોમાં છુપો આક્રોશ જોવા મળી રહ્યો છે. અહીંયા પણ ભાજપ, કોંગ્રેસ તેમજ આપ પાર્ટી સક્રિય જોવા મળે છે. આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી જે પણ મત લઈ જાય તે મતો સીધા કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન સીધુ નુકસાન કરી શકે છે અથવા ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ભાભોરને પણ નુકસાન કરી શકે છે.

દાહોદ જિલ્લા વિધાનસભાની 06 બેઠકોમાં 134 દેવગઢ બારીઆ વિધાનસભામાં 31.01 ટકા આદિવાસી, 57.02 ટકા ઓ.બી.સી., 01.03 ટકા મુસ્લિમ અને 11.01 ટકા અન્ય. દેવગઢ બારીઆ વિધાનસભા બેઠકમાં દેવગઢ બારીઆ તાલુકો, દેવગઢ બારીઆ નગરપાલિકા અને ધાનપુર તાલુકો આવેલ છે જેમાં જિલ્લા પંચાયતની 09 બેઠકો અને તાલુકા પંચાયતની 09 બેઠકો તથા દેવગઢ બારીઆ નગરપાલિકાની 09 બેઠકો આવેલ છે. આ બેઠક પર કોળી સમાજના મતદારોની સંખ્યા ધરાવતી હોય આ બેઠક ઉપર વર્ષો સુધી રાજકીય પરિવારનો સભ્ય ચુંટણી આવ્યો હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાબડે આ વિધાનસભા બેઠક પર ભાજપના સિમ્બોલ પર ચુંટણી લડતાં આવ્યાં છે ત્યારથી રાજકીય પરિવારનું વર્ચસ્વ ઓછુ થતું ગયું છે અને આ બેઠક બચુભાઈ ખાબડ કે જેઓની કોળી સમાજ પર મજબુત પકડ અને કોળી સમાજ ખુબજ મોટી સંખ્યામાં હોવાથી તેનો સીધો ફાયદો બચુભાઈ ખાબડને મળે છે. અહીંયા આ બેઠક પર પણ વિધાનસભા ચુંટણીમાં તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ભરતબાઈ વાખળાને હરાવ્યાં હતાં જેઓ હાલ કોંગ્રેસમાંથી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને દેવગઢ બારીઆ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર લડી રહ્યાં છે. દેવગઢ બારીઆ બેઠક પરથી એનસીપીના ઉમેદવારે ભાજપને સમર્થકમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી લઈ દેવગઢ બારીઆ બેઠક ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી ટક્કર જોવા મળી રહી છે. દેવગઢ બારીઆમાં મતદારોની યાદી જોઈએ તો 130995 પુરૂષ, 135084 સ્ત્રી, અન્ય 02 મળી કુલ 266081 મતદારો છે.