ગોધરા કુબા મસ્જિદ પાસે મેશરી નદીના ઢાળમાં કેટલાક ઈસમો વરલી મટકાનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 4 ઈસમોને 5,330/-રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા કુબા મસ્જિદ પાસે મેશરી નદીના ઢાળમાં કેટલાક ઈસમો વરલી મટકાનો ફરક આંકનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મોહંમદ રફીક અ.સત્તાર મિસ્ત્રી, યામીન મજીદ મિસ્ત્રી, સાબતસિંહ મગનભાઈ પટેલ, ગેમાભાઈ સુરસીંગભાઈ ભીલ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમોને અંગઝડતીમાંથી 5,330/-રૂપિયા તથા સ્લિપ બુકનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે એ-ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.