ઘોઘંબાના ચાઠા ગામે જમીનમાં ઉગાડેલા 19 નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેમાં પોલીસે એકને પકડીને રૂ.3.88 લાખના 38.82 કિલો ગાંજાના છોડ કબ્જે કરીને દામાવાવ પોલીસ મથકે એનડીપીએસ હેઠળ ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
ઘોઘંબા તાલુકાના ચાઠા ગામે પટેલ ફળિયામાં રહેતા ભલાભાઈ મોહનભાઈ બારીયા પોતાની જમીનમાં લીલા ગાંજાના છોડ ઉગાડીને નાર્કોટિકસને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેવી બાતમી એસઓજી પીઆઈ આર.એન.પટેલને મળી હતી. બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસે ચાઠા ગામે છાપો માર્યો હતો. પોલીસે ભલાભાઈ બારીયાની જમીનમાં તપાસ કરતા જમીનમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના 19 નંગ છોડ મળી આવ્યા હતા. પોલીસે તેનુ વજન કરતા ગાંજાના છોડનુ વજન 38.82 કિગ્રાના રૂ.3.88 લાખના છોડને કબ્જે કર્યા હતા. પોલીસે ભલાભાઈ બારીયાને પકડી પાડીને દામાવાવ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.