મહિસાગર પોલીસ દ્વારા કડાણામાં આપ નેતા અને સંતરામપુર વિધાનસભા ઉમેદવાર બાબુભાઈ ડામોરની ગેરકાયદે સરકારી જમીનમાં દબાણ કરી મકાન બનાવતા લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધરપકડ કરી કસ્ટડીમાં લેવાયા હતા.
ગત વિધાનસભા ચુંટણીમાંં ઉમેદવાર તરીકે આપ પાર્ટીમાંથી બાબુભાઈ ડામોર ચુંટણી લડ્યા હતા. જેમાં તેઓ હાર્યા હતા. ત્યારે ડીટવાસ ખાતે રહેતા બાબુભાઈ દ્વારા સર્વે નં.19માં આવેલ સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ અને બાંધકામ કરતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ બાબુભાઈ દ્વારા સરકારી પડતર જમીનમાં ખોટી રીતે દબાણ કરી મકાન બાંધકામ કરાયુ હતુ. જે અંગે કડાણા મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી.
ત્યારે વિધાનસભા ચુંટણી બાદ મહિસાગર જિલ્લા આપ પ્રમુખ તરીકે રહેતા બાબુભાઈ ડામોર થોડા મહિના અગાઉ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ડિટવાસ પોલીસ બાબુભાઈની શોધખોળમાં હતી. ત્યારે મહિસાગર જિલ્લાના ડીટવાસ ખાતે આમ આદમી પાર્ટીનો મિશન વિસ્તાર કાર્યક્રમ હોવાની માહિતી બાદ બાબુભાઈ આ કાર્યક્રમમાં આવવાની જાણ થતાં મહિસાગરના કડાણા, સંતરામપુર અને ડીટવાસ પોલીસે પેટ્રોલિંગ કરી બાબુભાઈની ધરપકડ કરી જેલના હવાલે કર્યા હતા.