દે.બારીયાના ભથવાડા ટોલ બુથ રદ કરવા લીમડી ખાતે આવેલ બુથ ઉપર સર્વિસ રોડ સડક પરિવહન મંત્રીને રજુઆત

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે આવેલ ટોલ બુથ રદ કરવા તેમજ ઝાલોદના લીમડી ખાતે આવેલ બુથ પર સર્વિસ રોડની રજુઆત સાથે દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દિલ્હીમાં સડક પરિવહન મંત્રી ગડકરીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

દાહોદ જીલ્લામાં છેલ્લા ઘમા સમયથી દાહોદ ચિત્તોડ નેશનલ હાઈવેલ 113 નંબર પર લીમડી નજીક ટોલ બુથ આવેલું છે. આ ટોલ બુથ રદ કરવા અથવા આ ટોલ બુથ પર સ્થાનીક લોકોને સુવિધા મળી રહે તે માટે સર્વિસ રોડ આપવાની પ્રબળ માંગ ઉઠવા છે જેના પગલે ગતરોજ દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ભારત સરકારના સડક અને પરિવહન મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળી દાહોદ ચિત્તોડ હાઈવે પર સર્વિસ રોડ આપવા લેખિતમાં રજુઆત કરી ભલામણ કરવામાં આવી હતી. આ સાથે તરફ અમદાવાદ ઈન્દૌર હાઈવે 59 પર દાહોદ ગોધરા એક્સપ્રેસ વે પર વાવડી અને ભથવાડા ટોલનાકો આવેલું છે. બંન્ને ટોલનાકા વચ્ચેનું અંતર 30 કિમી છે. જ્યારે સરકારના નવા નિયમ પ્રમાણે ટોલકાનાું અંતર 60 કિમીનું હોવું જોઈએ જેની જગ્યા પર બંન્ને ટોલનાકાનું અંતર 30 કિમી છે. જેને લઈને ભથવાડા ટોલનાકું કાયમી ધોરણે રદ કરવા માટે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને લેખિતમાં રજુઆત કરી ભલામણ કરી હતી.