તાલુકા અને જીલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા -2024: સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિંદુસ્તાની, ભરતનાટ્યમ તથા કથ્થક

  • તા.12 ઓગષ્ટ 2024 સુધીમાં તાલુકાકક્ષા/જીલ્લાકક્ષા યુવા ઉત્સવના ફોર્મ ભરી શકાશે.
  • યુવા ઉત્સવ 2024માં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ અ તથા બ બન્ને વિભાગમાં યોજાશે.
  • તાલુકાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા તા. 21/08/2024 તથા જીલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા 31/08/2024ના રોજ યોજવામાં આવશે.

રમત ગમત યુવાઅને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા દ્વારા સંચાલીત તાલુકાકક્ષા/જીલ્લાકક્ષા યુવા ઉત્સવ અંતર્ગત વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિંદુસ્તાની, ભરતનાટ્યમ તથા કથ્થક આમ કુલ 9 સ્પર્ધાઓ અ તથા બ બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા-છંદ-ચોપાઈ, લગ્નગીત આમ કુલ 5 સ્પર્ધાઓ માત્ર બ વિભાગ માટે યોજાશે.

જ્યારે, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોકગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીતકર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ(હળવું), ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શિધ્ર વક્તૃત્વ સ્પર્ધા, એમ 19 સ્પર્ધાઓ ખુલ્લા” વિભાગમાં યોજાશે તથા 2023-24 દરમ્યાન રાષ્ટ્રકક્ષા યુવા ઉત્સવમાં દાખલ કરવામાં આવેલ કૃતિઓ જેવી કે (અ) લાઇફ સ્કિલ વિભાગમાં (1) સ્ટોરી રાઇટીંગ (2) પોસ્ટર મેકિંગ (3) ડિક્લેમેશન અને (4) ફોટોગ્રાફીની સ્પર્ધાઓ તથા (બ) યુવાક્રિતી વિભાગમાં (1) હેંડી કાફ્ટ (2) ટેક્ષટાઇલ્સ અને (3) એગ્રો પ્રોડક્ટના પ્રદર્શનની સ્પર્ધાઓ પણ યોજાશે. 15 વર્ષથી ઉપર અને 20 વર્ષ સુધીના વિભાગ અ, 20 વર્ષથી ઉપર અને 29 વર્ષ સુધીના વિભાગ બ તથા 15 વર્ષ થી ઉપરના અને 29 વર્ષ સુધીના ખુલ્લા વિભાગ માં ભાગ લઇ શકશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક યુવાનો તા.12 ઓગષ્ટ 2024 સુધીમાં ફોર્મ ભરી જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ, જી. ખેડા ખાતે તા. 12/08/2024 સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ મારફત મોકલવાનું રહેશે. (પોસ્ટ કર્યા બાદ મેઈલ આઈ.ડી. મુમજ્ઞ-તુભમ-સયમલીષફફિિ.લજ્ઞદ.શક્ષ પર જાણ કરવી). તાલુકાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા તા. 21/08/2024 તથા જીલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા 31/08/2024ના રોજ યોજવામાં આવશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી 9722219772 ના નંબર પર સંપર્ક કરવા જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા (નડીઆદ) ની અખબારી યાદિમાં જણાવવામાં આવે છે.