વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાડા ગામ ખાતે ગઈ તારીખ 21/07/2024 ના રોજ આશરે દસેક વાગે આરોપી પર્વત ઉર્ફે લાલો ત/જ્ઞ રમેશભાઈ માલીવાડ ઉંમર વર્ષ 20 નાએ બહારગામ થી આવી પોતાની માતા પાસે ખાવાનું માગતો તેની માતા મધુબેન ખાવાનું તૈયાર નહીં હોવાનું અને બનાવી આપું છું. તેવી વાત કરતા આરોપીએ ઉસકેરાઈ જઈને પોતાની માતા મધી બેન તથા પિતા રમેશભાઈ સાથે ઝઘડો કરી તૈયારીમાં ખાવાનું બનાવી આપો.
નહીં તો ટાંટિયા તોડી નાખીશ તેવી ધમકી આપી તેના પિતાને મારવા ધસી જતો તેના પિતા રમેશભાઈ મારથી બચવા માટે નજીકમાં આવેલ જંગલ તરફ જીવ બચાવી નાસી છૂટેલા ત્યારબાદ આરોપી તેની માતા મધીબેનને તૈયારીમાં જમવાનું બનાવી આપવા કહેતા પરંતુ મધી બેને તેની જમવાનું બનાવવામાં વાર લાગશે તેવું કહેતો આરોપીએ ઉશ્કેરાઈ જઈને મદીબેક્ષ ને ગડદાપાટુ નો માર મારવાનું શરૂ કરેલ આ દ્રશ્ય નજીકમાં રહેતા આરોપીના કાકાનો છોકરો ભરતભાઈ જોઈ જતો તે દોડી આવેલ અને મધીબેનને છોડાવવા માટે વચ્ચે પડેલ જેથી આરોપી પર્વતે તેને પણ ગડદાપાટુ નો માર મારીને તને અહીં કોણે બોલાવ્યો છે ભાગ અહીંથી તેમ કહીને ડરાવી ધમકાવીને તેને કાઢી મુકેલો ત્યારબાદ આરોપીએ વધુ ઉશ્કેરાઈ જઈ ઘરના આંગણામાં પડેલ એક વાંસનો ડંડો ઉપાડીને ત્યાંની માતા મધીબેન આંગણામાં પાથરેલ ખાટલામાં બેઠા હતા તેની માથાના ભાગે એક ફટકો મારી દીધેલ જેથી મદીબેન ચીસ પાડીને ખાટલામાં જ સુઈ ગયા.
ત્યારબાદ આરોપી પણ બાજુમાં પડેલ ખાટલામાં સુઈ ગયેલ અને બીજા દિવસે તારીખ 22 7 2024 ના રોજ સવારના આશરે છેક વાગે ઉઠેલ ત્યારે તેની માતાની જોતા મરણ ગયેલ હોય તેને ઉપાડીને ઘરમાં પડેલ એક ખાટલામાં સુવડાવીને તે નાસી ગયો હતો.
ત્યારબાદ મરણ જનાર મધિ બેનના પતિ રમેશભાઈ સવારમાં આઠેક વાગે પોતાના ઘરે પરત આવતા ત્યાંની મધીબેનની મરણ ગયેલ હાલતમાં જોતો પોતાના નજીકના સગા સંબંધીને બોલાવી જાણ કરી બાદમાં પોલીસમાં ફરિયાદ આપતા વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો.
ત્યારબાદ વિરપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી ઝાલા નાઓ એ આ ગુનાની તપાસ હાથ ધરી આ બનાવની જાણ ઉચ્ચ અધિકારી ને કરતા પોલીસ મહા નિરીક્ષક આરવી અસારી તથા મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ આ ગુનાનો આરોપીને બીજો કોઈ આવો ગુનો આચરે તે પહેલો તેની ઝડપી લેવા પરિણામ લક્ષી પ્રયાસો કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ હતા.
જેથી નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર કરેણ નાઓ ના માર્ગદર્શન હેઠળ સદર આરોપીની ઝડપી લેવા માટે વીરપુર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા હતા અને આ કામના આરોપી નો મોબાઇલ નંબર મેળવી તપાસ કરતો સ્વીચ ઓફ આવતો હોય તેનો કોઈ લોકેશન મળી શકેલ નહીં જેથી નાડા ગામ આજુબાજુમાં આવેલ સીમ વિસ્તારમાં વીરપુર પોલીસે તપાસ હાથ ધરેલ હતી તેમજ નાાળા ગામમાં નાઇટ દરમિયાન કોમ્બિંગ પણ કરવામાં આવેલ હતું.
પરંતુ આ જંગલ વિસ્તાર આશરે સાત કિલોમીટર જેટલો વિશાળ હોય અને ખુબ જ ગીચ હોય આરોપીની કોઈ ભાડ મળેલ ન હતી. જેથી પોલીસ અધિક્ષક મહીસાગરના ઓની સૂચનાના આધારે આ બાબતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી ઝાલા ના હોય એક સ્પેશિયલ ટીમનું ગઠન કરી તથા ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તારનું સર્વે લંન્સ કરીને આરોપીની માહિતી મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ વિષમ હવામાન અને વરસાદના લીધે ડ્રોન કેમેરાનું ઉપયોગ થઈ શકે તેમ ન હતો. જેથી હ્યુમન ઇન્ટેલિજન્સથી ખાનગી રાહે તપાસ ચાલુ રાખવામાં આવી હતી.
જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી ઝાલાનાઓને હ્યુમન ઈન્ટેલિજન્સી ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આ કામનું આરોપી નાળા ગામના ડુંગરાળ જંગલમાં દેખાય છે. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.ઝાલા તથા તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં આરોપીનું પગેરૂં દબાવી તથા પ્રયત્નો કરી સઘન તપાસ કરી ગાડ જંગલમાંથી સદર આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.
આ કામના આરોપીની પૂછપરછ કરતો તે સ્થાનિક વિસ્તારનું ભોમિયો હોય પોલીસની હિલચાલ દેખાય તો ગાઢ જંગલમાં છુપાઈ જતો હતો અને આ દિવસો દરમિયાન રાતના સમયે જંગલમાંથી બહાર આવી નજીકમાં આવેલ નદીના કિનારે જઈ ત્યાંથી નદીમાં તણાઈને આવતા સૂકા નાળિયેર શોધી ને તોડીને ખાઈને રહેલ હોવાનું જણાવેલ હતું.
આમ, વિરપુર પોલીસે ટીમ વર્કથી હત્યાના ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે