દેવગઢ બારીયા-પીપલોદ ગામે થોડા દિવસ અગાઉ ગેરકાયદેસર શોપિંગ સેન્ટરની દુકાનોને ગ્રામ પંચાયત દ્વારા સિલ મારવામાં આવ્યા હતા

  • પીપલોદ ગ્રામ પંચાયત કચેરીના તલાટી દ્વારા સિલ મારેલ દુકાનોના સિલ ખોલવા તજવીજ હાથ ધરવાની કામગીરીમાં જોતરાયાની ચર્ચાઓ.
  • આ દુકાનોના સિલ ખોલવામાં કોઈ મોટા નેતાનું દબાણ કે, પછી ગાંધી છાપ નોટોનો વહીવટી તે તો આવનારો સમય જ બતાવશે?

દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ રૂદ્રાક્ષ કોમ્પલેક્ષનુ ગેરકાયદેસર બાંધકામને લઈ ગ્રામ પંચાયત દ્વારા દુકાનોને સીલ મારવાના બનાવમાં કંઈક રંધાતું હોય તેમ તલાટી દ્વારા સીલ ખોલવાની તજવીજ હાથ ધરાતા સીલ ખોલવા માટે રાજકીય દબાવ કે, પછી મોટો વહીવટ જેવા અનેક સવાલો પંથકમાં આ શોપિંગને લઇ ચાલતી અનેક ચર્ચાઓ પંચાયત દ્વારા દુકાનોને મારવામાં આવેલ સીલ પુરતતા કર્યા વગર ખોલી દેવામાં આવશે ?.. દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે આવેલ રેવન્યુ સર્વે નંબર 9/બ વાળી જમીનમાં બિલ્ડર દ્વારા રૂદ્રાક્ષ કોમ્પ્લેક્સના નામે 30 દુકાનોનું શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે.

જે કોમ્પ્લેક્સ બનાવવા માટે બિલ્ડર દ્વારા પીપલોદ ગ્રામ પંચાયત માંથી બાંધકામની મંજૂરી મેળવી બાંધકામ કરવામાં આવ્યું હતું પણ જે બાંધકામ પૂર્ણ થતા 30 દુકાનમાંથી કેટલીક દુકાનોનુ વેચાણ કરી દેવાતા તેમા કેટલીક દુકાનો ચાલુ પણ કરી દેવામાં આવી હતી. ત્યારે આ કોમ્પ્લેક્સના શોપિંગ સેન્ટરની દુકાનો ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ અંગે જે તે મંજૂરી આપવામાં આવી હતી. તે બાંધકામની મંજૂરી ના નિયમો વિરૂદ્ધ બાંધકામ તેમજ બિલ્ડર દ્વારા નગર નિયોજકનો પ્લાન રજૂ કરવામાં આવ્યો નથી. જે નિયમો અનુસાર પાર્કિંગની જગ્યા ખુલી મુકવાની હોય તે ખુલ્લી મુકવામાં આવી નથી, પણ દુકાનો ચાલુ કરી દેવામાં આવી હતી.

તે દુકાનોની આકારણી કરવામાં આવી નથી અને લાયસન્સ તેમજ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. વગર ચાલતી આ દુકાનોને લઈ ગ્રામ પંચાયત દ્વારા 22 જુલાઈના રોજ સીલ મારી દેવામાં આવ્યા હતા. જે દુકાનોને સીલ મારતા દુકાનદારો દ્વારા બિલ્ડરને જણાવતા બિલ્ડર દ્વારા દુકાનોનું સટલ ખોલાવવા માટે ધમ પછાડા કરવામાં આવો રહ્યાં હોય તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે આજરોજ દેવગઢ બારીયા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે બિલ્ડર સહીત દુકાનદારો દ્વારા લેખિત અરજી આપી દુકાનો ખોલાવવા માટેની માંગણી કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ અરજીઓ સહિત ગ્રામ પંચાયતને યોગ્ય તપાસ કરી ઘટતું કરવા અંગે લેખિત આપતા આ લેખિતને લઈ તલાટી દ્વારા સીલ કરવામાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાનો ખોલવાની તજવીજ હાથ ધરી હોય તેવી પંથકમાં ચર્ચાઓ જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

ત્યારે ગ્રામ પંચાયત દ્વારા જે મુદ્દાઓને લઈ આ શોપિંગ સેન્ટરને સીલ મારવામાં આવ્યું છે. તેની પૂર્તતા કરવામાં ન આવી હોવા છતાં પણ સીલ ખોલવાની તજવીત હાથ ધરતા ક્યાંક સ્થાનિક મોટા ગજાના નેતાનું દબાણ કે, પછી ?.. ગાંધી છાપ નોટોથી મોટો વહીવટ જેવી પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પીપલોદના કોમ્પ્લેક્સને સીલ મારવાના બનાવમાં પંથકમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે પંચાયત કોઈના દબાણમાં કે, મોટા વહીવટને લઈ આ સીલ ખોલી દેશે કે, કેમ ?… તેવા અનેક સવાલો.

પીપલોદના રૂદ્રાક્ષ કોમ્પલેક્ષને સીલ મારવાના બનાવમાં હાલ પંથકમાં એવું પણ ચર્ચા રહ્યું છે કે, ટૂંક જ સમયમાં જો શીલ ખોલવામાં આવશે તો ?.. બિલ્ડર દ્વારા ગ્રામ પંચાયતની સામે માનહાનિનો પણ દાવો ઠોકી શકે તેમ કહેવાય રહ્યું છે. તો શું ?.. પંચાયત આ સીલ ખોલવામાં રસ દાખવશે કે, કેમ ?.. તે જોવાનું રહ્યું

પીપલોદના આ શોપિંગ સેન્ટરની દુકાનોને સીલ મારવાના બનાવ પછી અન્ય દુકાનો બનાવનાર બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે પીપલોદમાં અન્ય એક શોપિંગ પણ ગેરકાયદેસર સરકારી જમીનમાં બધાયું હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે પંચાયત દ્વારા આ શોપિંગને પણ સીલ મારવામાં આવશે કે, કેમ ?.. તેવી પણ લોકમુખે ચર્ચાઓ