કાલોલ તાલુકાના ઘુસર ગામના અને હાલ વડોદરા રહેતા જયદીપકુમાર કિરીટભાઈ સોલંકી દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓનો નાનો ભાઈ રોહિત મોટરસાયકલ લઈને સુરેલી થી વેજલપુર તરફ જતો હતો. ત્યારે વેજલપુર સુરેલી રોડ ઉપર આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે એક ઈસમ પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અકસ્માત કરી નાશી ગયો હતો. જેથી બાઈક ચાલક રોહિતભાઇ રોડ પર પડી ગયો હતો, તેઓને ડાબા પગે અને સાથળ પર ઈજાઓ ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી સારવાર અર્થે ગોધરાની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર કરાવતા ફેક્ચર હોવાનુ જાણવા મળેલ જે અંગેની ફરીયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.