ટાટાની મોનોપોલી, ૯૩૦૦૦ રૂપિયામાં ૩૩ હજારની ટિકિટ,મારન

સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન લોક્સભામાં એરલાઈન્સની ટિકિટ બુકિંગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ડીએમકે સાંસદ દયાનિધિ મારને ટાટા કંપની પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ટાટા કંપની એરલાઈન્સની ટિકિટ બુકિંગમાં ઈજારો ધરાવે છે. આ માટે તેણે પોતાની ટિકિટ બુકિંગનું ઉદાહરણ આપ્યું. ગૃહમાં મુદ્દો ઉઠાવતા તેમણે જણાવ્યું કે ૩૩ હજાર રૂપિયાની ટિકિટ ૯૩ હજાર રૂપિયા કેવી રીતે પહોંચી. ડીએમકે સાંસદે આ વાતનો ઉલ્લેખ કરતા જ લોક્સભા અયક્ષે પણ તેના પર ચિંતા વ્યક્ત કરી હતી.

ડીએમકેના સાંસદ દયાનિધિ મારને ગુરુવારે લોક્સભામાં કહ્યું કે હું વિસ્તારા એરલાઇનથી ટિકિટ બુક કરું છું. મને ઓનલાઈન ટિકિટ બુક કરાવવાની આદત છે. જે ટાટા કંપની હેઠળ છે. ટાટા કંપની બુકિંગ માટે એક સોટવેરનો ઉપયોગ કરે છે જે ટાટાના ટીસીએસ હેઠળ છે. પરંતુ તે જોવામાં આવ્યું છે અને મેં એ પણ જોયું છે કે જ્યારે અમે ટિકિટ બુક કરાવી ત્યારે તે ૩૩ હજાર રૂપિયામાં હતી, ચેન્નાઈથી દિલ્હીની વન વે ટિકિટ. જ્યારે હું પેમેન્ટ કરવા ગયો ત્યારે એક એરર મેસેજ દેખાતો હતો, એરર મેસેજ આવતાની સાથે જ કિંમત ૯૩ હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

ડીએમકે સાંસદે લાઈટ ટિકિટ બુક કરાવવાનો ઉલ્લેખ કરતા જ ત્યાં હાજર કેટલાક સાંસદો ચોંકી ઉઠ્યા હતા. દયાનિધિ મારને કહ્યું કે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સોટવેરમાં ટાટાનું વર્ચસ્વ છે, આ દિલ્હીથી ચેન્નાઈ સુધી સતત થઈ રહ્યું છે. આ ડ્ઢય્ઝ્રછ ના નિયમો હેઠળ આવતું નથી,ડીજીસીએ ત્યારે જ જવાબદાર હોય છે જ્યારે કોઈ એરલાઈન લાઈટ કેન્સલ કરે. સોટવેરના મુદ્દે આ થઈ રહ્યું છે, અહીં કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. હું આ મામલે મંત્રી પાસેથી તપાસની માંગ કરું છું કારણ કે આ બિઝનેસમાં ટાટાનો ઈજારો છે.

ડીએમકે સાંસદે આ મુદ્દો ઉઠાવતા જ સ્પીકર ઓમ બિરલાએ પણ તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સભ્યએ ગૃહમાં ખૂબ જ ગંભીર મુદ્દો ઉઠાવ્યો. આ એક ગંભીર મુદ્દો છે. આની તપાસ થવી જોઈએ કારણ કે ઘણા સભ્યોએ ફરિયાદ કરી છે કારણ કે તેના પૈસા સંસદમાંથી જાય છે. તેથી જ અમે ચિંતિત છીએ. આ દરમિયાન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરીશું. ડીજીસીએ મુસાફરોની સંભાળ રાખવાની જવાબદારી પણ ઉપાડે છે. ટ્રાફિકનું પણ ડાયરેક્ટ મોનિટરિંગ થાય છે, અમે આ મામલે તપાસ કરીશું.