- તેમણે કિશનગંજ, અરરિયા, કટિહાર, માલદા, મુશદાબાદ, સંથાલ પરગણાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી
ભારતીય જનતા પાર્ટીના ગોડ્ડા સાંસદ નિશિકાંત દુબેએ આજે સંસદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બંગાળ અને ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. તેઓ આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરે છે. એટલું જ નહીં, તેમણે કિશનગંજ, અરરિયા, કટિહાર, માલદા, મુશદાબાદ, સંથાલ પરગણાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વિનંતી કરી અને એનઆરસી લાગુ કરવાની માંગ કરી.
નિશિકાંત દુબેએ લોક્સભામાં કહ્યું, ’બિહારથી અલગ થઈને જ્યારે ઝારખંડ નવું રાજ્ય બન્યું ત્યારે ૨૦૦૦માં સંથાલ પરગણામાં આદિવાસીઓની વસ્તી ૩૬% હતી. આજે તેમની વસ્તી ૨૬% છે. ૧૦% આદિવાસી વસ્તી ક્યાં ગાયબ થઈ ગઈ? આ ગૃહ ક્યારેય તેમની ચિંતા કરતું નથી, તે વોટ બેંકની રાજનીતિમાં સામેલ છે. અમારી રાજ્ય સરકાર -જેએમએમ અને કોંગ્રેસ – આના પર કોઈ પગલાં લઈ રહી નથી. આપણા રાજ્યોમાં બાંગ્લાદેશથી ઘૂસણખોરી વધી રહી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરી રહ્યા છે.
નિશિકાંતે ઝારખંડ હાઈકોર્ટની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પાકુરના તારાનગર-ઈલામી અને દગાપરામાં રમખાણો ફાટી નીકળ્યા કારણ કે માલદા અને મુશદાબાદના લોકો અમારા લોકોને બહાર કાઢી રહ્યા હતા. આ ગંભીર બાબત છે. હું આ વાત રેકોર્ડ પર કહી રહ્યો છું, જો મારી વાત ખોટી હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું. ઝારખંડ પોલીસ કંઈ કરી શક્તી નથી…કિશનગંજ, અરરિયા, કટિહાર, માલદા, મુશદાબાદને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો જોઈએ અને દ્ગઇઝ્ર લાગુ થવો જોઈએ. જો બીજું કંઈ નહીં, તો ત્યાં હાઉસ કમિટી મોકલો અને કાયદા પંચના ૨૦૧૦ના અહેવાલનો અમલ કરો કે ધર્મ પરિવર્તન અને લગ્ન માટે પરવાનગી જરૂરી છે.