ગોધરા બી-ડીવીઝન પોલીસે રામપુરા પાસે ઝાડી-ઝાંખરામાં જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપ્યા

ગોધરા રામપુરા ખાતે નદીની ધસમાં ઝાડી-ઝાંખરા વચ્ચે કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ત્રણ ઈસમોને રૂ.11,013/-ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકના રામપુરા ખાતે નદીની ધસમાં ઝાડી-ઝાંખરા વચ્ચે કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રફીક યુસુફ મકરાણી, અરબાઝ કરીમ શેખ, ફેૈઝાન ફિરદોેસ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ કુલ 11,013/-રૂપિયાની રોકડ કબ્જે લઈ આ બાબતે બી-ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.