કાલોલ તાલુકાના માલવણ ગામે રળિયા ફળિયામાં જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઈડ કરી ચાર ઈસમોને 11,200/-રૂપિયાની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના માલવણ ગામે રળિયા ફળિયામાં જાહેરમાં કેટલાક ઈસમો પાના-પત્તાનો હાર-જીતનો જુગાર રમે છે તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ભારતભાઈ ચીમનભાઈ નાયક, અરવિંદસિંહ નટવરસિંહ સોલંકી, પંકજ ભારતસિંહ સોલંકી, વિનોદ બાબુભાઈ બારીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉ5ર મુકેલ રોકડ 11,200/-ના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ બાબતે વેજલપુર પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.