હાલોલ જ્યોતિ સર્કલ પાસે મધવાસથી ટેન્ડરનો પીછો કરી આવેલા ઈસમો દ્વારા ટેન્કર ચાલકને ઢોર મારમાર્યો

  • ઈસમો જે રીતે ટેન્કર ચાલકને મારમાર્યાને જોતા આવા તત્વોને પોલીસે કાયદાના ડર ન હોય તેમ લાગ્યું.

હાલોલ બાયપાસ જ્યોતિ સર્કલ પાસે મધવાસથી ટેન્કરનો પીછો કરી આવેલા કેટલાક ઈસમો એ ટેન્કર ચાલકને નીચે ઉતારીને લોખંડના વાઈપર વડે ઢેાર મારમારી ફરાર થઈ જવા પામ્યા. ધટના સમયે સર્કલ પાસે આર.ટી.ઓ.ની જીપ ઉભી હતી. તે સમયે બદમાશી જાણે કાયદા અને પોલીસનો ખોફ આવા તત્વોને રહ્યો નથી.

હાલોલના મધવાસ પાસેથી ઈન્દોર થી એસીડ ભરેલ ટેન્કર લઇને ભરૂચ તરફ જઈ રહ્યો હતો. ત્યારે મધવાસ ટર્નિંગ પાસે ટેન્કર સાથે બાઈકને અકસ્માત થતો રહી ગયો હતો. જેને લઈ બાઈક ચાલક અને અન્ય ઈસમોએ ટેન્કર રોકવાની કોશીષ કરતાં ડરને લઈ ટેન્કર ચાલકે પોતાનું વાહન ઉભુંં રાખ્યું ન હતું. ત્યારે કેટલાક ઈસમો મધવાસથી ટેન્કરનો પીછો કરી રહ્યા હોય અને જયોતિ સર્કલ ટોલબુથ પાસે ટેન્કર ચાલકે આર.ટી.ઓ.ની ગાડી જતાં પોતાનું ટેન્કર ત્યાં ઉભું કર્યું હતું.

જ્યાં ટેન્કરનો પીછો કરી ત્રણ વાહનો ઉપર આવેલા અસામાજીક તત્વોએ ટેન્કર ચાલકને ટેન્કર માંથી ઉતારીને લોખંડના વાઈપર વડે ઢોર મારમાર્યો હતો. ત્યાં હાજર આર.ટી.ઓ. અધિકારીને વાઈપર લેતાં ટેન્કર ચાલકનો માંડ જીવ બચ્યો હતો. અસામાજીક તત્વોની અરાજકતાને લઈ એકઠા થયેલ લોકટોળાએ સ્થાનિક હાલોલ પોલીસને જાણ કરવામાંં આવી છતાં પોલીસનું વાહન સમયસર સથળ ઉપર નહી પહોંચતા જીલ્લા પોલીસ કંટ્રોલમાંં જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.

કોઇ વાહન ચાલકને જાહેરમાં કાયદો હાથમાં લઈ આવા તત્વો જે રીતે અરાજકતાની સ્થિતી કરી હતી. તેવા તત્વો જાણ કાયદાથી પર હોય અને પોલીસનો ખોફ ન હોય તેમ જણાવ્યુંં. આ બાબતે ટેન્કર ચાલકે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.