ગરબાડાના વજેલા ગામે ખેતરમાં વાવેતર કરેલ ગાંંજાના 3 છોડ કિંમત 66 હજારના મુદ્દામાલ સાથે ખેતર માલિકની અટકાયત કરાઈ

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ગામે એક ખેતરના માલિકે પોતાની માલિકીના ખેતરમાં ગેરકાયદેસર લીલા ગાંજાના છોડનું વાવેતર કરતાં આ અંગેની જાણ દાહોદ એસ.ઓ.જી પોલીસને થતા પોલીસે ખેતર માલિકના ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરતા પોલીસે ખેતર માંથી લીલા ગાંજાના છોડ નંગ ત્રણ જેની કિંમત રૂપિયા 66000ના મુદ્દામાલ સાથે ખેતર માલિકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ 24મી જુલાઈના રોજ દાહોદ એસોજી પોલીસને મળેલ બાદમીના આધારે ગરબાડાના વજેલાઓ ગામે ગણાવા ફળિયામાં રહેતા ધીરૂભાઈ કમજીભાઈ ગણાવાના માલિકીના ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ નંગ ત્રણ જેનું વજન 6 કિલો 600 ગ્રામ કિંમત રૂપિયા 66,000/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ખેતર માલિક ધીરૂભાઈ કમજીભાઈ ગણાવાની અટકાયત કરી હતી.

આ સંબંધે દાહોદ એસ.ઓ.જી પોલીસે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.