દાહોદ તાલુકાના રેટીયા ગામે રહેતી એક 25 વર્ષીય પરણીતા એ પોતાના પતિ દ્વારા અપાતા શારીરિક તેમજ માનસિક ત્રાસ થી તેમજ ખોટા સહ વ્હેમના ત્રાસથી વાજ આવી ન્યાયની ગુહાર સાથે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળે છે.
દાહોદના રેટિયા ગામે નાકા ફળિયામાં રહેતા 25 વર્ષીય ધરતીબેન અજયભાઈ બિલવાલના લગ્ન 2016ના વર્ષમાં સમાજના રીતે રિવાજ મુજબ થયા હતા. ત્યારે લગ્નના થોડા સમય સુધી પરણીતા ધરતી બેનના પતિ અજયભાઈ દ્વારા સારૂં રાખ્યા બાદ તેઓનું પ્રકાશ્યું હતું અને અવારનવાર મેના ટોણા મારી તેમજ બેઠા ગાળો બોલી, તું મને ગમતી નથી, તેમ કહી પર પુરૂષો સાથેના ખોટા શક વ્હેમ રાખી પરણીતા ધરતી બેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા આ સંબંધે પરણીતા ધરતીબેને પોતાની પિયરની વાટ પકડી હતી અને પોતાના પિયર દાહોદના ખંગેલા ગામે મોટા ફળિયામાં આવી પોતાના પતિ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.