મહીસાગર જીલ્લામાં જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જીલ્લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતાં નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે મહીસાગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ સી.વી. લટાએ જીલ્લા સેવા સદન, મહીસાગર તથા જીલ્લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર કે સદર જીલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી 200 મીટરની ત્રિજયામાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યાકિતએ/વ્યકિતઓને એકી સાથે કોઇપણ જગ્યાએ ચાર કે તેથી વધુ માણસો ભેગા થવા કે કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, પ્રતિક દેખાવો, ભૂખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા તેમજ સરઘસ/રેલી કાઢવા ઉપર તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. 09/08/2024 સુધી મનાઇ ફરમાવી છે.
આ જાહેરનામું જેઓ ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યકિતઓ, ગૃહરક્ષક દળની વ્યકિતઓને, લગ્નના વરધોડા તથા સ્મશાન યાત્રાને, જેઓને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્સાઓ તરીકે પરવાનગી આપવામાં આવી હોય અને સરકાર દ્રારા આયોજીત કાર્યક્રમો કે અભિયાન તેઓને લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર ઠરશે. જયારે હુકમનો ભંગ કરનાર સામે ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દરજજાથી ઉતરતા ન હોય તેવા અધિકારીને ફરિયાદ નોંધવવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.