કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી તેવી સંભાવના

નવીદિલ્હી,

કેન્દ્રીય કર્મચારીઓનો પગાર આવતા વર્ષે પણ વધી શકે છે. સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આવતા વર્ષની શરૂઆતમાં જ વધારો કરી શકે છે. સરકાર દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ ૨૦૨૨થી ૩૮ ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. ડ્ઢછમાં વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર આધારિત છે. સરકાર કર્મચારીઓને ડીએ આપે છે, જ્યારે પેન્શનરોને મોંઘવારી રાહત આપવામાં આવે છે. સમગ્ર દુનિયામાં મોંઘવારીથી હાહાકાર, પેરિસમાં હજારો લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા

હવે મોંઘવારી ભથ્થામાં આગામી સુધારો જાન્યુઆરી ૨૦૨૩માં થશે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ફુગાવાના આંકડા કરવામાં આવ્યા છે અને નવેમ્બરના અંતમાં ઓક્ટોબરનો ફુગાવાનો દર પણ જાણી શકાશે. નિષ્ણાતોનું કહેવું છે કે, સરકાર આવતા વર્ષે કર્મચારીઓના ડ્ઢછમાં ૪ ટકાનો વધારો કરી શકે છે. આ રીતે મોંઘવારી ભથ્થું વધીને ૪૨ ટકા થઈ શકે છે. ગયા મહિને રિટેલ અને જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ, વૈશ્ર્વિક ફુગાવો હજુ પણ ઘણો ઊંચો છે. તેની અસર હજુ પણ રહી શકે છે.

વર્ષ ૨૦૨૨માં સરકારે સરકારી કર્મચારીઓના ડ્ઢછમાં બે વખત ૭ ટકાનો વધારો કર્યો છે. જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું ૩૧ ટકાથી વધારીને ૩૪ ટકા કરવામાં આવ્યું હતું. આ રીતે સરકારે ડ્ઢછમાં ૩ ટકાનો વધારો કર્યો છે. જુલાઈમાં સરકારે ડીએમાં ૪ ટકાનો વધારો કર્યો હતો અને તેને ૩૪ ટકાથી વધારીને ૩૮ ટકા કર્યો હતો. સરકારના આ પગલાથી ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૨ લાખ પેન્શનધારકોને ફાયદો થયો છે.

કર્મચારીઓ માટે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે. પરંતુ, ૭માં પગાર પંચ હેઠળ તેમાં એક શરત ઉમેરવામાં આવી છે. એટલે કે, જ્યારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૫૦ ટકાને વટાવી જશે, ત્યારે તેને કર્મચારીના મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે. જ્યારે તે ૫૦ ટકા છે, ત્યારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થા તરીકે જે પૈસા મળશે તે મૂળ પગારમાં ઉમેરવામાં આવશે અને માત્ર પૈસા સુધારેલા પગાર ભથ્થા તરીકે આપવામાં આવશે.