વીજ કંપનીએ હાલમાં નવા આપેલા વીજ વપરાશ બીલોમાં આધી અધુરી વિગતો દર્શાવવામાં આવેલ બીલ અપાઈ રહ્યા છે ???

દે.બારીયા એમ.જી.વી.સી.એલ.ના દ્વારા હાલમાં છેલ્લા બે માસથી વીજ વપરાશ બીલ નવા ઈલેકટ્રીક મશીનથી બનાવી વીજ ગ્રાહકોને આપવામાં છબકડા સાથે યુનિટના દર વધારે આવતો આમ જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આ નવા બીલમાંં આગલા બીલના બે માસના સરેરાશ પ્રમાણે બતાવીને ગ્રાહકો પાસે વધારે નાણાં વસુલવામાંં આવે છે તે આમ જનતાનુંં કહેવું છે. આ અંંગે કાર્યપાલક કચેરીમાં રજુઆત કરવા ગયો હતો તો ગ્રાહકોની રજુઆત સાંભળી નથી. જે બીલોમાં પૈસા છે તે ભરવા પડશે તેવું જે ગ્રાહકો નવા બીલ સાથે બતાવવામાં ગયા હતા. તેઓને કોઈપણ જવાબદાર અધિકારી સાંભળ્યા નથી. ચોરી અને સીના જોરી શું ? નોકરશાહી રાજ ચાલે ? તે યક્ષ પ્રશ્ર્ન છે.

અત્રે ખાસ ઉલ્લેખ કરવાનો છે કે, જુના વીજ બીલમાં પાછલા ત્રણ બીલની રકમની વિગત દર્શાવવામાં આવતી હતી તથા હાલનું રીડીંગ, પાછલું રીડીંગ તફાવત સાથે સરેરાશ વપરાશ તેમજ પાછલો વપરાશ તથા એડવાન્સ પેમેન્ટ અને એડવાન્સનું વ્યાજના અલગ અલગ વિગતવાર ઉલ્લેખ દર્શાવવામાં0 આવતો હતો. હાલના ઈલેકટ્રોનિક મશીનના હાલના નવા બીલોમાં ઉલ્લેખ થતો નથી. જેથી વીજ ગ્રાહકોને સમજમાંં આવે તે મુજબ જુના વીજ વપરાશ બીલ બહાલ થા તેવી માંગ છે. હાલના નવા ઈલેકટ્રોનિક બીલમાંં મુખ્ય ઈજનેર એમ.જી.વી.સી.એલ.ની સહીવાળું લાલ અક્ષરમાં નોટીસ વીજ અધિકારી નિયામક 2003ની કલમ 56(1) તથા તેના અનુસાર ગુજરાત નિયંત્રક આયોગના દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમના મુજબ આપવામાં આવતી જાહેર નોટીસને કોઈપણ નાની પરચીમાં ઉલ્લેખ કરાયો નથી.

જેવી કે લહેણી આપના પાસેથી વીજ વપરાશની કુલ રકમ (ખા.ના.નં.19 મુજબ) આ બીલ ક્રમ નોટીસની બીલ ભરવાની છેલ્લી તારીખ થી દિવસ 15માં ભરપાઈ ન થાય ત્યારબાદ આપને અપાતો વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. તેવું નવા ઈલેકટ્રોનિક મશીન નાની પરચી બીલમાં ઉલ્લેખ થતો નથી. જેથી હવેથી વીજ કંપનીના નિયમ મુજબ નોટીસનો બજાવતુંં બીલ નથી તો કોઈપણ વીજ વીજ ગ્રાહકનો વીજ પુરવઠો અલાયદી નોટીસ બજાવ્યા વગર વીજ પ્રવાહ બંંધ નહિ કરી શકે તેવું સમજવો ગ્રાહક સુરક્ષાના નિયમોમાં લાગું છે. તેવું આમ જનતામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે.