હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારના જન્મદિવસની ઘોઘંબા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઘોઘંબા તાલુકાના આસપાસના વિસ્તારની ગંગાસ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઘોઘંબા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, જીલ્લા સદસ્ય ભીખાભાઈ સોલંકી, ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા, જયપાલસિંહ રાઠોડ, તેમજ રાજકીય હોદ્દેદારો, કાર્યકરો, સરપંચો અને સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યની ઉજવણીના પ્રસંગ પરથી ખરેખર સારો સંદેશ મળે છે કે ઘણા લોકો ખોટા ખર્ચ કરી અને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે, પરંતુ જરૂરિયાત મંદ લોકો જેવા કે ગંગાસ્વરૂપ બેહનોને 250 જેટલી સાડીઓ તથા જરૂરિયાત ચીજો વિતરણ કરી અને સાદગી પૂર્વક જન્મદિવસની ઉજવણી કરવાની અનોખી રીતે જોવા મળી હતી.
તેમજ કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી ઘોઘંબા માર્કેટિંગ યાર્ડથી અંબે માં ના મંદિર સુધી યોજવામાં આવી હતી. જેમ વિશાળ જનમેદનીમાં ભારત માતાકી જય, વંદે માતરમ, વીર જવાનો અમર રહોના સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.આ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ધારાસભ્ય જયદ્રસિંહ પરમારને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.