દે.બારીયા નગરમાં અમૃત બે અંતર્ગત ચાલતી માન સરોવરની કામગીરીમાં લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરીની આશંકા પાલિકા તંત્ર દ્વારા બારોબાર થતું બિલોનું ચુકવણું તપાસ હાથ ધરવામાં આવે તો લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી સહિત અનેક પોલ બહાર આવે તેમ

કરોડો રૂપિયાના કામમાં વગર રોયલ્ટીનું વપરાતું મટીરીયલ દેવગઢબારિયા નગરમાં આવેલા માન સરોવર (મોટા તળાવ)નું અમૃત બે અંતર્ગત તળાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કરોડો રૂપિયાના કામમાં રોયલ્ટી વગરનું મટીરીયલ વપરાતું હોય તેવી આશંકા પાલિકા તંત્ર દ્વારા બારોબાર બિલોનું ચુકવણું કરવામાં આવતું હોવાથી સરકારી તિજોરીમાં લાખ્ખો રૂપિયાનો ચુનો ચોપડતી એજન્સી તંત્ર દ્વારા તપાસવામાં આવે તો એજન્સીની અનેક પોલ બહાર આવે તેમ.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરમાં આવેલ માનસરોવર (મોટા તળાવ) એ રાજા રજવાડાના સમયથી બનેલું તળાવ છે. નગરની રચના પ્રમાણે આ તળાવ બનાવવામાં આવ્યું છે તળાવની પાળ ઉપર અનેક શિવજીના પૌરાણિક મંદિરો પણ આવેલા હોઈ જેમા આ તળાવની અમૃત બે અંતર્ગત તળાવની ફરતે આવેલી પાળ ની સંરક્ષણ દિવાલની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતાં જેની કામગીરી એક એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.

આ તળાવની સંરક્ષણ દિવાલની કામગીરીમાં મોટી માત્રામાં એટલે કે ટન બંધમાં કટીંગ પથ્થર તેમજ રેતી સહિતનું મટીરીયલનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ કામગીરીમાં રોયલ્ટી પાસ વગરની એટલે કે ગેરકાયદેસર ખનિજનો ઉપયોગમાં લેવાતો હોય તેમ જોવાઈ રહ્યું છે. જેમાં એજન્સી દ્વારા જે કટીંગ પથ્થરનો હજારો ટનનો જથ્થો એકત્ર કરી તેનો ઉપયોગમાં લેવાઈ છે, જે કટીંગ પથ્થરનો ઉપયોગ એજન્સી કરી રહી છે. એ પથ્થર જંગલ વિસ્તાર માંથી વહેલી સવારે ટ્રેક્ટરોમાં લાવવામાં આવે છે અને તેની કોઈ લીઝ માંથી આ પત્થરનો જથ્થો આવતો હોય તેમ જોવાતું નથી.

જે બાબતે નગરમાં આ ગેરકાયદેસર મટરીયલને લઈ ચર્ચાઓ ચકડોળે ચડતા એજન્સી દ્વારા પોતાની ચોરી છુપાવવા માટે હાલમાં કાળા પથ્થર જે રોયલ્ટી વાળો પથ્થરનો ઢગલો કર્યો હોય અને તેની આડમાં જે કટીંગ પથ્થર નો વપરાશ કરવામાં આવ્યો છે, તેની રોયલ્ટીની ચોરી કરી શકાય તે માટે એજન્સીને રોયલ્ટીની લાખો રૂપિયાની બચત થાય અને સરકારને મોટો જૂનો લાગે તેમ આ કાળા પથ્થરના ઢગલા ઉપરથી કહેવાય રહ્યું છે બીજી તરફ પાલિકા તંત્ર પણ આ કટીંગ પથ્થર તેમજ રેતીના સ્ટોક અને કામગીરીમાં વપરાયેલ મટીરીયલ જોયા વગર જ તેના બિલોનું ચુકવણું કરતું હોય તેમ દેખાઈ રહ્યું છે. જેથી આ એજન્સી તેમજ પાલિકાના કર્મીઓની મિલીભગત જોવાઈ રહી છે. જો આ બાબતે ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરે તો આ એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ અનેક પોલ બહાર આવે તેમ દેખાઈ રહ્યું છે.

નગરમાં આવેલા માનસરોવર (મોટા તળાવ). માં રહેલા પાણીના કારણે નગરના કુવા તેમજ બોર ના પાણીના તળ ઉંચા રહે છે. ત્યારે આ એજન્સી દ્વારા આ તળાવમાંથી સ્ટેટ વખતનો બનાવેલો અવર ફ્લો તોડી પાણી નો નિકાલ કરવામાં આવ્યો છે. ત્યારે આ પાણીનો નિકાલ કોઈની પૂર્વ મંજૂરીથી કરવામાં આવ્યો છે કે કેમ તે પણ એક તપાસનો વિષય. દેવગઢ બારીયા તાલુકામાં કટીંગ પથ્થરની એક પણ લીઝ આવેલી ન હોવા છતાં પણ મોટા પાયે વહેલી સવારે આવતા પથ્થરો ક્યાંથી આવે છે, તેની પણ તપાસ થવી જોઈએ.