કાલોલ લાલ દરવાજા પાસે છેલ્લા એક મહિનાથી પાણીના જવાના નિકાલ માટે જે પાઇપો નાખવામાં આવી છે. તેનું હજુ સુધી રીપેરીંગ કામ થયું નથી. જેના કારણે આજુબાજુના દુકાનવાળા અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે પાઇપલાઇન ખોદી નાખી છે, તેની સામે બાજુ દવાખાનું અને લેબોરેટરી જેવી આવશ્યક સેવાઓ આવેલી છે. જેના કારણે દર્દીઓને દવાખાને લઈ જવા અને તપાસ માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. જેના કારણે સિનિયર સિટીઝન લોકોને પણ ઊંચકીને લઈ જવા પડે છે. મેન જવાના રસ્તા વચ્ચે જ આ પાઇપલાઇન છેલ્લા એક મહિનાથી પડી છે પણ તેનું રીપેરીંગ કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી. આજુબાજુના રહીશો અને દર્દીઓની ઉગ્ર માંગ છે કે આ પાઇપ લાઇન રીપેરીંગ કામ સત્વરે કરવામાં આવે અને નગરપાલિકા આ ધોરનિંદ્રા માંથી જાગે તેવી નગરજનો આક્રોશ અને માંગણી છે.