ગોધરા પોલન બજાર વિસ્તારમાં ભારત પેટ્રોલીંગ સંંચાલિત હતીમી પેટ્રોલ પંંપ ઉપર જીલ્લા પુરવઠા અધિકારી, ગોધરા મામલતદાર તથા તોલમાપ કચેરી દ્વારા સંંયુકત તપાસ કરવામાંં આવી હતી. ડીઝલ આઉટલેટ પર 45 મી.મી. ઓછું આવતાં ડીઝલ જથ્થો સીઝ કરવામાં આવ્યો.
ગોધરા પોલન બજાર વિસ્તારમાં ભારત પેટ્રોલીયમ સંચાલીત હતીમી પેટ્રોલ પંપ (કાલાભાઇ પેટ્રોલ પંપ) ઉપર જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા, ગોધરા મામલતદાર અને તોલમાપ કચેરી દ્વારા સંયુકત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલ પંપના માલિક અજગરભાઇ કુરહાન હુસેન પેટ્રોલવાલાને ત્યાં ડીઝલ આઉટલેટ પર પાંચ લીટર સરકારી માપીયા દ્વારા માપણી કરવામંં આવી હતી. જેમાં નોઝલ નં.4માં 45 મી.મી. ડીઝલ ઓછુંં માપમાં આવેલ તેમજ પેટ્રોલ પંપ ઉપર પ્રાથમિક સુવિધા એર પંંપ, પીવાના પાણી તેમજ ટોયલેટ જેવી સુવિધા રાખવામાં આવેલ ન હતી. જેથી ડીઝલ આઈટલેટ પર થી ડીઝલનો ઓછો જથ્થો આપી ગંભીર ગેરરીીત આચરતા હોય જેને લઈ ડીઝલનો 430 લીટર કિંમત 38,966/-રૂપીયાનો 10 ટકાનો જથ્થો સીઝ કરી અને ડીઝલ આઉટલેટ નં.4 સીલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.