દાહોદ જિલ્લાના ઝાલોદ પંથક માં બિલાડીના ટોપ ની જેમ ફૂટી નીકળેલા પેમેન્ટ સેન્ટર દ્વારા ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ

  • પોતાના ખાતામાંથી જ ઉપાડવામાં આવતા પૈસા માટે ગ્રામ્ય પ્રજા પાસે વસૂલવામાં આવતો આડેધડ ચાર્જ.

ઝાલોદ,
ઝાલોદ પંથક માં હાલ વિવિધ બેંક ઉપરાંત આધાર નંબર થી પૈસા ઉપાડવા અંગેની સુવિધાઓ આપતા ગ્રાહક સહાયતા કેન્દ્રો બિલાડી ના ટોપ ની માફક ખોલી દેવામાં આવ્યા છે. આ ગ્રાહક સહાયતા કેન્દ્રો માં કેટલાક સહાયતા કેન્દ્રો રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા ખોલવામાં આવ્યા છે. તો કેટલાક પ્રાઇવેટ કંપની દ્વારા ખોલવામાં આવ્યા છે. જ્યાં એટીએમ આધારકાર્ડ તેમજ ફોન ના મેસેજ વગેરે ની મદદ થી ગ્રાહકો નાણાં ઉપાડી શકે છે.

ઝાલોદ પંથક માં આવા ૧૦૦ થી વધુ પેમેન્ટ સેન્ટરો હાલ કાર્યરત છે. ઝાલોદ પંથક માં રાષ્ટ્રીયકૃત બેન્કો ની સેવાઓ થી બેંક ના ખાતેદારો ત્રસ્ત છે. તો એટીએમ પણ વારંવાર ખોટકાયેલી અવસ્થા માં હોવાને કારણે લોકો ને આવા પેમેન્ટ સેન્ટરો પર જવાની ફરજ પડતી હોય છે.

જેનો લાભ આ પેમેન્ટ સેન્ટરો લેતા હોય છે અને, ગ્રાહકના જ બેંક ખાતા માં પડેલા પૈસા ઉપાડવા માટે ત્રણ ટકા તથા તેનાથી વધુ ચાર્જ વસૂલતા હોય છે. અને અભણ તથા ભોળી પ્રજા પર ઉધાડી લૂંટ ચલાવવા માં આવી રહી છે.
આજે સહાય થી લઇ ને કમાઈ સુધી તમામ રીત ના નાણાં બેંક ખાતામાં જ જમા કરવામાં આવતા હોય છે. ત્યારે નબળી બેન્કિગ વ્યવસ્થા તથા ખોટકાયેલી એટીએમ અવસ્થા ઓ ને પગલે આવા પેમેન્ટ સેન્ટરો બિલાડી ના ટોપ ની માફક ખુલી જઈ અને આ ભોળી ગામડાની પ્રજા ને પોતાના નાણાં ઉપાડવા માટે જ ત્રણ ત્રણ ટકા જેટલું કમિશન વસૂલી અને રીત સર ની ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. ત્યારે, આ અંગે કોઈ રાજકીય નેતા કે કોઈ સરકારી અધિકારી ધ્યાન લઈ અને આ પ્રજા ને લૂંટાતી અટકાવે તો સરકારી લાભો માટે કતારો માં ઉભા રહેતા છેવાડા નો માનવી આવી ધોળા દિવસે થતી ઉઘાડી લુંટ થી બચી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *