મથુરાના ’નશેડી’ ઉંદરો ખાઇ ગયા ૫૮૧ કિલો ગાંજો, મથુરા પોલિસ રિપોર્ટ પર કોર્ટ પણ હેરાન

મથુરા,

મથુરા કોર્ટમાંથી એ વાત સામે આવી છે જેને કારણે આશ્ર્ચર્ય ઉભુ થયું છે એડીજે ની કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલમાં, મથુરા પોલીસે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન શેરગઢ અને હાઈવેમાં પકડાયેલા ૫૮૧ કિલો ગાંજાની ખેપ ઉંદરોએ ખાઈ લીધું હતું. આ સાંભળીને ન્યાયાધીશો પણ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા. તેણે ૨૬ નવેમ્બર સુધીમાં તેના પુરાવા કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ એસએસપીને ઉંદરોથી બચાવવા માટે સૂચના આપી હતી.

મથુરા પોલીસ દોરડાના સાપ બનાવવામાં નિષ્ણાત છે. હવે અહીં પોલીસે એક એવું કારનામું સામે આવ્યુ છે, જેને સાંભળીને કોર્ટ પણ આશ્ર્ચર્યચક્તિ થઈ ગઈ હતી. મથુરા પોલીસે જણાવ્યું કે પોલીસ સ્ટેશન શેરગઢ અને હાઈવે પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ૫૮૧ કિલો ગાંજો રાખવામાં આવ્યો હતો. આ ગાંજો ઉંદરો ખાઇ ગયા છે તેવુ રીપોર્ટમાં દર્શાવામાં આવ્યુ છે. અને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

આ અહેવાલ જોઈને ન્યાયાધીશો પણ દંગ રહી ગયા.કોર્ટે બંને સ્ટેશન ઈન્ચાર્જને કેસના પુરાવા કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ એસએસપીને પણ ઉંદરોથી બચાવવા માટે સૂચના આપવામાં આવી છે.

મથુરાના શેરગઢ પોલીસ ચોકીમાં ૩૮૬ કિલો ગાંજાનો જથ્થો રાખ્યો હતો. ૨૦૧૮માં થાના હાઈવેમાં પોલીસે ૧૯૫ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. એડીજે સપ્તમની કોર્ટે ટ્રાયલ દરમિયાન ગાંજાને સીલ બંધ મહોર લગાવેલા પેકેટ કોર્ટમાં રજૂ કરવાના આદેશ શેરગઢ પોલીસ ચોકીના અધિકારીઓના આપ્યા હતા. શેરગઢ અને હાઈવે પોલીસ ચોકીના પ્રભારીઓને કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, માલખાનામાં રાખેલા ગાંજાને ઊંદર ખાઈ ગયા છે. થોડો વધેલો ગાંજો ફેંકી દેવામાં આવ્યો છે. બંને ચોકીના પ્રભારીઓએ જ્યારે કોર્ટમાં આવો રિપોર્ટ આપ્યો તો, કોર્ટે ૨૬ નવેમ્બરે આ મામલામાં પુરાવા સાથે હાજર રહેવાના આદેશ આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે, થાના શેરગઢ પોલીસ અને હાઈવે પોલીસે આ મામલે કોર્ટમાં પુરાવા રજૂ કરી શકે છે કે નહીં, જો કે, હાલમાં ૫૮૧ કિલો ગાંજો ઊંદર ખાઈ ગયા એ વાત પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.