ભારતીય શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૩૫ ટકા અથવા ૨૮૦ પોઈન્ટના વધારા સાથે ૮૦,૧૪૮ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૦ શેર લીલા નિશાન પર અને ૨૦ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૦.૨૭ ટકા અથવા ૬૫ પોઇન્ટ ઘટીને ૨૪,૪૧૩ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૨૦ શેર લીલા નિશાન પર અને ૩૦ શેર લાલ નિશાન પર હતા.
નિફ્ટી પેક શેર્સમાં આજે સૌથી વધુ વધારો એચડીએફસી લાઈફમાં ૪.૩૬ ટકા, ટેક મહિન્દ્રામાં ૩.૧૨ ટકા, બીપીસીએલ ૨.૯૧ ટકા, એનટીપીસી ૨.૬૭ ટકા અને ટાટા મોટર્સમાં ૨.૪૬ ટકા નોંધાયો હતો. આ સિવાય સૌથી મોટો ઘટાડો બજાજ ફિનસર્વમાં ૨.૦૯ ટકા, ટાટા કન્ઝ્યુમરમાં ૧.૯૦ ટકા, બ્રિટાનિયામાં ૧.૮૮ ટકા, એક્સિસ બેક્ધમાં ૧.૮૨ ટકા અને બજાજ ફાઇનાન્સમાં ૧.૬૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે સૌથી વધુ વધારો નિફ્ટી મીડિયામાં ૨.૪૭ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં ૧.૬૯ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૮ ટકા, નિફ્ટી આઇટી ૦.૧૮ ટકા, નિફ્ટી મેટલ ૦.૦૪ ટકા, નિફ્ટી ફાર્મા ૦.૭૪ ટકા વધ્યો હતો. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૭૮ ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સમાં ૦.૫૯ ટકાનો વધારો નોંધાયો છે. આ સિવાય નિફ્ટી પ્રાઈવેટ બેક્ધમાં ૦.૭૬ ટકા, નિફ્ટી પીએસયુ બેક્ધમાં ૦.૩૫ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૫૩ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સવસિસમાં ૦.૬૦ ટકા, નિફ્ટી ઓટોમાં ૦.૦૫ ટકા અને નિફ્ટી બેક્ધમાં ૦.૮૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.