ગોધરા સાંપા રોડ પર અનાજ દળવાની ધંટીના પટ્ટામાં બાળકીનુ માથું આવી જતાં મોત

ગોધરા શહેરના સાંપા રોડ પર એફસીઆઈ ગોડાઉન નજીક આવેલી અનાજ દળવાની ધંટીના પટ્ટામાં બાળકીનુ માથું આવી જતાં બાળકીનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરના સાંપા રોડ પર એફસીઆઈ ગોડાઉન પાસે આવેલ પંચવટી સોસાયટી નજીક આવેલી અનાજ દળવાની ધંટી પર 13 વર્ષિય કિંજલ ભારતસિંહ તડવી નામની બાળકી પોતાના પિતા સાથે કામ કરી રહી હતી ત્યારે કામ કરતી વેળાએ બાળકીનુ માથું અનાજ દળવાની ચાલુ ધંટીના પટ્ટામાં આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવી હતી. જયાં સ્થિતિ ગંભીર હોવાના કારણે બાળકીને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. ખાતે ખસેડવામાં આવતા જયાં સારવાર દરમિયાન બાળકીનુ મોત નીપજયું હતુ. સમગ્ર ધટનાને લઈ ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.