સીંગવડ ગ્રામ પંચાયતની ગ્રામસભા તોફાની બની

સીંગવડ નગર ખાતે ગ્રામ પંચાયત ભવન સીંગવડ ખાતે સરપંચ લખીબેન બાલુભાઈ વહુનીયાની અઘ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં તલાટી પી.આર.પ્રજાપતિ દ્વારા સંચાલક કરવામાં આવ્યુ હતુ. જેમાં નગરમાં છેલ્લા કેટલાય સમયથી નગરના વિકાસના સળગતા અનેક પ્રશ્ર્નોની ધારદાર રજુઆતો ઉપસ્થિત ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. જેમાં સીંગવડમાં હાલમાં ચોમાસાની ઋતુમાં ગામના દરેક ફળિયામાં અંધારૂ હોય દરેક ફળિયામાં સ્ટ્રીટ લાઈટ કેટલાય સમયથી બંધ હોય ચાલુ કરાય તેવી રજુઆત કરવામાં આવી હતી. સીંગવડ નગરમાં નલ સે જલ યોજનાની પાઈપોમાં પાણી તો ઠીક પણ હજુ સુધી નળ પણ લાગ્યા નથી. અને કોન્ટ્રાકટરને રૂપિયાની ચુકવણી કરી દીધી છે.

ત્યારે નલ સે જલ યોજના શરૂ કરી પીવાનુ પાણી આપવાની શરૂઆત કરાય તેવી માંગ હતી. સીંગવડ નગરના નીચવાસ બજારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામજનોના મકાનોનુ ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર નીકળતુ હોય તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે જેથી રોગચાળો ફાટી ન નીકળે તેમજ સ્વચ્છતાં બાબતે નગરમાં કચરાનો નિકાલ કરવા સહિત અનેક સળગતા પ્રશ્ર્નોની રજુઆત ગ્રામજનોએ ગ્રામસભામાં કરતા ગ્રામસભા હંગામી બની હતી. જયારે તલાટી પ.આર.પ્રજાપતિએ આગામી 10 દિવસમાં સ્ટ્રીટ લાઈટ શરૂ કરવા માટે હૈયાધારણા આપી હતી. જયારે સીંગવડ નગરમાં આજે પણ કેટલાય વિકાસના પ્રશ્ર્નો સળગતા ઉભા હોવાનુ પણ ગ્રામસભામાં ચર્ચાયુ હતુ.