હાલોલ-ગોધરા રોડ આદિત્ય બિરલા કંપની પાસે છકડો રીક્ષાએ બાઈકને ટકકર મારી છકડો પલ્ટી ખવડાવી દેતાં ત્રણ મુસાફરો અને બાઈક સવાર દંપતિ મળી પાંચ વ્યકિતને ઈજાઓ

હાલોલ-ગોધરા રોડ ઉપર આદિત્ય બિરલા કંપની પાસેથી બાઈક ઉપર પસાર થતાં દંંપતિને મુસાફરો ભરી બેફામ રીતે પસાર થતાં છકડા રીક્ષાના ચાલકે બાઈકને અડફેટમાં લીધી હતી અને પોતાના મુસાફરો ભરેલ છકડો પલ્ટી ખવડાવી દેતાં છકડામાં સવાર ત્રણ મુસાફરો તેમજ બાઈક સવાર દંપતિ મળી પાંચ વ્યકિતઓને સારવાર અર્થે 108 દ્વારા હાલોલ રેફરલમાં ખસેડાયા હતા. જ્યારે એક મહિલાને વડોદરા અને એક યુવતિને હાલોલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

હાલોલ-કાલોલની વચ્ચે મુસાફરો ભરીને વહન કરતાંં છકડા રીક્ષા ચાલકો મોટાપ્રમાણમાં મુસાફરો ભરીને બેફામ વાહનો હંકારતા હોય અને આવા મુસાફરો ભરેલ છકડાઓના અકસ્માતની ધટનાઓ પણ બનતી હોય છે. આજે હાલોલ-ગોધરા રોડ ઉપર આદિત્યા બિરલા કંપની પાસેથી બાઈક ઉ5ર દંપતિ પસાર થઈ રહ્યું હતું. ત્યારે મુસાફરો ભરેલ છકડા નંબર જીજે.17.વીવી.1805ના ચાલકે બાઈક ઉપર સાથરોટા થી કાલોલ જતાં દંપતિની બાઇકને અડફેટમાં લેતા બાઈક ચાલક દિલીપભાઇ સોલંકી અને ગીતાબેન રોડ ઉપર ફગોડાઈ જતાં ઈજાઓ પહોંંચાડી હતી. જયારે બાઈકને ટકકર બાદ છકડા રીક્ષા ચાલકેુ પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવીને મુસાફરો ભરેલ છકડો પલ્ટી ખવડાવી દઈ છકડો ડિવાઈડર ઉપર પડતા છકડામાં સવાર ત્રણ મુસાફરો ગણપત શનાભાઇ વણકર, મીનાબેન ભરતભાઇ ખાંટ અને એક યુવતિ મળી ત્રણ મુસાફરોને 108 દ્વારા હાલોલ રેફરલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ગીતાબેન દિલીપભાઇ સોલંકીને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા. જ્યારે ઇજાગ્રસ્ત યુવતિ મીનાબેન ખાંટને હાલોલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.