પંચમહાલ જીલ્લામાંં સાર્વત્રિક મેધમહેર થતાં ધરતી પુત્રોમાં આનંદ: ગોધરામાં ધીમીધારે જયારે હાલોલમાં 4 ઈંચ વરસાદ ખાબકયો.

પંચમહાલ જીલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ બન્યો છે. જીલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને મેધરાજાએ મહેર કરતાં ધરતીપુત્રોમાં આનંદ જોખોવા મળ્યો છે.

પંચમહાલ જીલ્લાના સમયથી મેધરાજાએ રીસામણા લીધા હોય તેવી સ્થિતીને લઈ ધરતીપુત્રો ચિંતીત બન્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેધરાજાએ ધીમી ધારે મેધમહેર કરી હતી. ગોધરા શહેરમાંં રીમઝીમ વરસાદ પડી રહ્યો છે. જ્યારે જીલ્લામાં શહેરા તાલુકામાંં 29 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. કાલોલ તાલુકામાં 20 મી.મી., ધોધંંબામાં 16 મી.મી. જ્યારે હાલોલ તાલુકામાંં 4 ઈંંચ જેટલો વરસાદ ખાબકયો છે. જાંબુધોડામાં 43 મી.મી. વરસાદ નોંધાયો. આમ, જીલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મેધમહેર થતાં વાતાવરણ થયું છે. હાલોલ તાલુકામાં 4 ઈંંચ જેટલા વરસાદને લઈ અનેક નીચાણવાળા વિસ્તારોમાંં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

પંંચમહાલ જીલ્લામાં આજે નોંધાયેલ વરસાદી આંકડા…

શહેરા – 29 મી.મી.

મોરવા(હ) – 4 મી.મી.

ગોધરા – 2 મી.મી.

કાલોલ – 20 મી.મી.

ધોધંબા -16 મી.મી.

હાલોલ – 4 ઈંંચ

જાંબુધોડા – 43 મી.મી.