
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરના હડમતીયા ગામ પાસે દુધ વાહન ટેમ્પાને અકસ્માત નડ્યો હતો. જયારે લુણાવાડા થી મલેકપુર પરત ફરી રહેલા દુધના ટેમ્પાને અકસ્માત થયો હતો. મલેકપુર પાસે આવેલ હડમતીયા ગામ નજીક બાઇક ચાલકને બચાવવા જતાં ટેમ્પા ચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવતા ટેમ્પો રોગની સાઈડ ઉપર જઈને ખાબક્યો હતો. જયારે સદ્દનસીબે કોઇ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી. જયારે ટેમ્પા ચાલકને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. જયારે અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. આમ, લુણાવાડા થી દીવડા જતા હાઈવે રોડ ઉપર દુધના ટેમ્પાને અકસ્માત નડયો હતો.