રાહુલ જીલ્લાના ધાનપુર તાલુકાના ઝાબુ ગામે તસ્કરોએ એક બંધ મકાનની નિશાન બનાવી મકાન માંથી એક લાઇસન્સ વાળી બંદૂક તેમજ તિજોરી માંથી ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 18,000ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાનું જાણવા મળે છે.
ગત તારીખ 22મી જુલાઈના રોજ ધાનપુરના ઝાબુ ગામે રાંગડ ફળિયામાં રહેતા દિનુભાઈ ખુમલાભાઈ બારીઆના ભાઈના બંધ મકાનમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મૂકી રાખેલ લાઇસન્સ વાળી સિંગલ બેરલવાળી જુની બંદૂક કિંમત રૂપિયા 6000 તેમજ મકાનમાં મૂકી રાખેલ તિજોરી માંથી ચાંદીના દાગીના મળી તસ્કરો એ કુલ રૂપિયા 18,000/-ની મત્તાની ચોરી કરી નાસી જતા સંબંધથી દિનુભાઈ ખુમલાભાઈ બારીઆએ ધાનપુર પોલીસમાં થકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.