જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ પેટા યોજનાની માર્ચ-2024 અંતિત તેમજ જૂન-2024 અંતિત સમીક્ષા બેઠક યોજાઇ

જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ સંબંધિત વિવિધ યોજનાઓની સમિક્ષા બેઠક યોજાઈ. જેમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાની (જઈજઙ), અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર (એટ્રોસિટી) માટે જીલ્લા તકેદારી સમિતિ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ, અને એટ્રોસીટીના કેસો સંભાળતા સરકારી વકીલઓની કામગીરી સમિક્ષા બેઠક યોજાઇ.

મીટિંગમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. બેઠક અંતર્ગત અનુસૂચિત જાતિના સમાજના લાભાર્થીઓને આપવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના નિર્માણ સહાય, પાક વ્યવસ્થા, પોષણ આહાર, મત્સ્ય ઉદ્યોગ અંતર્ગત સહાય અને પછાત વર્ગ કલ્યાણ સહિતની યોજનાઓમાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જીલ્લા કલેકટરએ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. તેમજ ચાલુ વર્ષ દરમિયાન જોગવાઈ મુજબ ખર્ચ કરવા સૂચનો કરેલ. વધુમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અટકાવ અંતર્ગત એટ્રોસિટી માટે ઇન્વેસ્ટીગેશન પ્રક્રિયા, ભોગ બનનાર વિક્ટીમને સહાય, પોલીસ રક્ષણ અને ત્રિમાસિક સમય દરમિયાન નોંધાયેલ એટ્રોસિટી એક્ટ અંતર્ગત કેસ સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી.

સાથે જ ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ-2013ની ત્રિમાસીક બેઠક મળેલ જે અંગે અત્રેના ખેડા જીલ્લામાં આ સમયગાળામાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ અંગે કોઈ બનાવ બનેલ નથી.

કલેક્ટર દ્વારા આગળ પણ આવા કોઈ બનાવ ના બને તે અંગે નગરપાલિકાઓને વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવા સુચના આપેલ છે.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, એટ્રોસિટી સંદર્ભમાં નિયુક્ત પોલીસ અધિકારી, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.