દાહોદ જીલ્લામાં દાહોદ સિવાયના અન્ય તાલુકામાં વરસાદ પડતા વાતારવણમાં ઠંડક પ્રસરી

દાહોદ શહેર સહિત જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લેતાં જીલ્લાવાસીઓ ગરમી તેમજ બફારાથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં તો બીજી તરફ ખેડુત મિત્રોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. આવા સમયે દાહોદ સિવાય દેવગઢ બારીઆ, લીમખેડા, ધાનપુર વિગેરે જેવા તાલુકાઓમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

દાહોદ જીલ્લામાં મેઘરાજા હાથ તાળી આપી ગાયબ થઈ રહ્યાં છે. છુટાછવાયા વરસાદને પગલે જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ખેડુત મિત્રોએ પ્રથમ વરસાદ બાદ ખેતીકામમાં પણ જોતરાઈ ગયાં છે. પરંતુ જોઈએ તેવો વરસાદ ન પડતાં ખેડુતોમાં ચિંતાના વાદળો છળાઈ ગયાં છે. વરસાદ લંબાતા જીલ્લાવાસીઓમાં ગરમી તેમજ અસહ્ય બફારાથી હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે આજરોજ દેવગઢ બારીઆ, લીમખેડા, ધાનપુર, લીમખેડા જેવા વિસ્તારોમાં વરસાદ પડતાં આ વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે અન્ય તાલુકાઓમાં હાલ પણ મેઘરાજા રિસાયા હોય તેમ લાગી રહ્યું છે. મેઘરાજા જીલ્લામાં મનમુકીને વરસે તેવી લોકોમાં આશા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદ જોઈએ તેવો પડ્યો નથી. હવે આવનાર દિવસોમાં મેઘરાજા મન મુકીને વરસે તેની લોકો રાહ જોઈ રહ્યાં છે.