કાલોલ તાલુકાના મલાવગામે બુધવારના રોજ સવારે પંચમહાલ જીલ્લા પ્રાંત અધિકારી પી.ડી. જૈતાવત એ ગામની મુલાકાત લીધી હતી. મલાવ ગ્રામ પંચાયતના સભાખંડની અંદર જીલ્લા પ્રાંત અધિકારી પી.ડી.જૈતાવત સહિત તાલુકા કક્ષાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આંગણવાડી સીડીપીઓ કાલોલ નાયબ મામલતદાર, તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. જીલ્લા પ્રાંત અધિકારી દ્વારા ગ્રામજનોને મુશ્કેલીઓ અંગે પૂછતાં ગ્રામજનો દ્વારા ગેસ પાઇપલાઇન, જર્જરીત પાણીની ટાંકી, નવી દૂધ ડેરી, અંગેની રજુઆત કરવામાં આવી હતી. જેની જીલ્લા પ્રાંત અધિકારી દ્વારા નોંધ લેવામાં આવી હતી અને જે તે પ્રશ્નોનો જલ્દી પણે નિકાલ કરી લેવા માટે ખાતરી આપી હતી.
ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા આગણવાડી કેન્દ્ર પર જઈ બાળકોના, સ્વાસ્થ્ય,પોષણ, તેમને આપવામાં આવતું ભોજન, તેમજ કુપોષિત બાળકોના વજન, સહિતની ચકાસણી કરવામાં આવી હતી. આગણવાડીમાં બાળકો માટે મેનુ પ્રમાણે બનાવવામાં આવતા ભોજનનો સ્વાદ ચાખી તેની ગુણવત્તાની પણ તપાસણી કરવામાં આવી હતી. પરંતુ આવેલ અધિકારી સમક્ષ આંગણવાડી કાર્યકર્તા બહેને ભાડાના મકાનમાં ચલાવવામાં આવતી આંગણવાડી વિશે રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં મંજુર થયેલ આંગણવાડી વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. જીલ્લા પ્રાંત અધિકારી દ્વારા મલાવ ગામની સ્કૂલની મુલાકાત લઇ બાળકોના શિક્ષણ અને તેમના ભવિષ્ય અંગેની જાણકારી અંગે બાળકો અને શિક્ષણ અને સૂચન આપવામાં આવ્યા હતા. શાળામાં ભણતા બાળકોને લખતા વાંચતા તેમજ તેમની રૂચિઓ વિશે પણ ચકાસણી કરી હતી.
મલાવ ગામ મુલાકાતે આવેલા જીલ્લા પ્રાંત અધિકારીને ગામના આગેવાનો દ્વારા પંચાયત ઘર નજીક જર્જરિત હાલતમાં ઊભી પાણીને ટાંકીનો નિકાલ કરવા પણ રજૂઆતો કરવામાં આવી હતી. તદુપરાંત ખુલ્લી જગ્યામાં નવી દૂધ ડેરી નું નિર્માણ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક ગ્રામ લેવલે આવેલી સરકારી દુકાનોની પણ મુલાકાત લઇ ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં અનાજ, સમયસર તેમજ યોગ્ય પ્રમાણમાં મળે છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.
મલાવ ગામની મુલાકાત આવેલા જીલ્લા પ્રાંત અધિકારી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોને સાંભળી તેણી નોંધ કરવામાં આવી હતી અને તેને જલ્દી પણે પૂર્ણ કરવા માટે ખાતરી આપી હતી.