તા.24ને બુધવારના રોજ સવારે 11 વાગ્યે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરીએ દાહોદ જીલ્લા કલેકટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને ફતેપુરા તાલુકાનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફતેપુરા તાલુકાના વિવિધ અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તમામ પ્રશ્નોને કલેકટરે શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તમામ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફતેપુરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહીત તાલુકા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા